Rajkot Market Yard Bhav Today 22 August 2025 | રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ| રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Rajkot APMC Price Today | Rajkot APMC Rate Today

સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 22 Aug 2025 03:31 PM (IST)Updated: Fri 22 Aug 2025 03:31 PM (IST)
rajkot-apmc-aaj-na-bajar-bhav-vegetable-bhav-22-august-2025-589923

Rajkot APMC Market Yard Bhav Today (રાજકોટ માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ) 22 August 2025: આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, રાજકોટ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો રાજકોટ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ100800
પપૈયા100200
બટેટા150350
ડુંગળી સુકી95350
ટમેટા3001000
સુરણ4001100
કોથમરી100400
મુળા100400
રીંગણા100300
કોબીજ150350
ફલાવર100600
ભીંડો200300
ગુવાર200600
ચોળાસીંગ100400
વાલોળ300600
ટીંડોળા100400
દુધી100200
કારેલા100200
સરગવો200900
તુરીયા100300
પરવર3001000
કાકડી100400
ગાજર100400
કંટોળા7001200
ગલકા100300
બીટ100400
મેથી200600
વાલ200500
ડુંગળી લીલી100400
આદુ4001300
મરચા લીલા80250
મગફળી લીલી200600
મકાઇ લીલી100200