Railway News: રાજકોટ રેલ ડિવિઝન દ્વારા રાજકોટથી ઉત્તરાખંડના લાલકુઆં રેલવે સ્ટેશન સુધી મુસાફરોની સુવિધા માટે સ્પેશ્યલ સાપ્તાહીક ટ્રેન ચલાવવામાં આવનાર છે. 14 ટ્રિપ્સ કરનાર આ ટ્રેનને સુરેન્દ્રનગર ઉપરાંત વિરમગામ, મહેસાણા, પાટણ શહેરના રેલવે સ્ટેશને સ્ટોપ અપાયું છે.
હાલ વેકેશનને લીધે ટ્રેનમાં મુસાફરોને ટિકિટ ન મળતા ભારે પરેશાની થાય છે. ત્યારે મુસાફરોના ધસારાને પહોંચી વળવા અને મુસાફરોની સુવિધા માટે વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રાજકોટથી ઉત્તરાખંડના લાલકુઆં રેલવે સ્ટેશન વચ્ચે સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન ચલાવવામાં આવનાર છે.
આ અંગે મળતી માહિતી મુજબ તારીખ 18મી મેથી 25મી જૂન સુધી આ ટ્રેન દર રવિવારે લાલકુઆંથી 13-10 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સાંજે 18-10 કલાકે રાજકોટ પહોંચશે. જયારે તારીખ 19મીથી 30મી જૂન સુધી આ ટ્રેન દર સોમવારે 22.30 કલાકે રાજકોટથી ઉપડશે અને બુધવારે 4.05 કલાકે લાલકુાં પહોંચશે.
આ ટ્રેન બન્ને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, દેગાણા, મકરાણા, કુચમન સીટી, નાવા સીટી, કુલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સીટી, કાસગંજ, સોરોન શુકર, બદાયુ, બરેલી, બરેલી સીટી, ઈજ્જતનગર, ભોજીપુરા, બહેરી અને કચ્છા સ્ટેશન પર થોભશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર કોચ રહેશે. ટ્રેનનું બુકીંગ તારીખ 17મી મેથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થયું છે.