Porbandar News: પોરબંદરના બરડા વિસ્તારના ખાંભોદર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના આવલી ગામનો મુકેશ આલાવા નામનો યુવક પોતાની પત્ની ભગવતીની હત્યા કરી ફરાર થઈ ગયો છે.
રાતોરાત વાડી વિસ્તારમાંથી ફરાર થતો આરોપી સીસીટીવી કેમેરામાં ઝડપાયો હતો. ફરાર હત્યારા પતિને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
ખીમાભાઈ લખમણભાઈ ગોઢાણીયાની વાડીમાં મજૂરી કામ કરતા મુકેશે ગુરુવારની મોડી રાત્રે પત્ની સાથે ઝઘડો કર્યો. ઝઘડા દરમિયાન તેણે તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. વાડીના માલિકને ઘટનાની જાણ થતાં તેમણે તરત જ બગવદર પોલીસને સૂચના આપી હતી. પીએસઆઈ સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂૂ કરી હતી.
આ પણ વાંચો
તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પહેલા રોઝડા ગામમાં મજૂરી કરતો હતો. ગઈકાલે જ તે પત્ની સાથે ખાંભોદર ગામે મજૂરી કામે આવ્યો હતો. હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આરોપીની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે.