Gujarat News Today Live: ખંભાતના સોખડામાં એક કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતા બે શ્રમિકોના મોત થયા છે. કંપનીના માલિકોએ શ્રમિકોને ETP ટાંકી સાફ કરવા ઉતાર્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની. અન્ય બે શ્રમિકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓને ICUમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. મૃતક શ્રમિકોના પરિવારોએ હોસ્પિટલ બહાર આક્રંદ મચાવ્યો હતો. ફૂડ બનાવતી કંપનીમાં ETP પ્લાન્ટમાં થયેલા મોતને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કંપની પર ETP પ્લાન્ટમાં કેમિકલ પ્રોડક્શન કરવાનો આરોપ લાગ્યો છે.

ખંભાતના સોખડામાં એક કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતા બે શ્રમિકોના મોત થયા છે. કંપનીના માલિકોએ શ્રમિકોને ETP ટાંકી સાફ કરવા ઉતાર્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની. અન્ય બે શ્રમિકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓને ICUમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. મૃતક શ્રમિકોના પરિવારોએ હોસ્પિટલ બહાર આક્રંદ મચાવ્યો હતો. ફૂડ બનાવતી કંપનીમાં ETP પ્લાન્ટમાં થયેલા મોતને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કંપની પર ETP પ્લાન્ટમાં કેમિકલ પ્રોડક્શન કરવાનો આરોપ લાગ્યો છે.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરીફને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકારના વાણીજ્ય અને ઉઘોગ મંત્રી પીયુષ ગોયેલ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા અને વિદેશ મંત્રી એસ.જય શંકરને લખવામાં આવ્યો છે.
આણંદ જિલ્લાના વલાસણ ગામ નજીક મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટનાએ હલચલ મચાવી છે. પંચર પડેલી કારનું વ્હીલ બદલતા પાંચ લોકોને બેફામ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ પાંચ લોકો રોડ પાસેના નાળામાં ફંગોળાઈ ગયા હતા.
પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અનિરુધ્ધસિંહ જાડેજાને જેલ અધિક્ષક ટી.એસ.બિસ્તે મુક્તિ આપવાનો હુકમ કર્યો હતો, જેને હાઇકોર્ટે રદ કર્યો છે. હાઇકોર્ટે અનિરુધ્ધસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
અમૂલના નિયામક મંડળની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ચાર બ્લોકના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે મોટાભાગે જૂના ડિરેક્ટરોને જ રીપીટ કર્યા છે. ઠાસરા બેઠક પર પૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પુત્રવધુ પ્રિયા કૃણાલસિંહ પરમાર (મહિલા અનામત), બાલાસિનોર બેઠક પર રાજેશ પાઠક (વર્તમાન ડિરેક્ટર), નડિયાદ બેઠક પર વિપુલ પટેલ (અમૂલ ચેરમેન) તથા વિરપુર બેઠક પર શાભેસિંહ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.