Ahmedabad News: કોસ્મોસ કાસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ (CCIS), ગ્રીન કેમ્પસ (CBSE), બોપલ શાખાના વિદ્યાર્થી અભિલક્ષે 5મી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અન્ડર-19 કેટેગરીમાં કાંસ્ય પદક જીતીને શાળાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ ખાસ છે કારણ કે અભિલક્ષની વાસ્તવિક કેટેગરી અન્ડર-17 છે, જ્યાં તે આ સીઝનમાં પહેલેથી જ 3 સોનાના અને 1 ચાંદીના પદક સાથે ટોચનું સ્થાન મેળવી ચૂક્યો છે.
આ વખતે અભિલક્ષે પોતાની ક્ષમતાને પડકારવા માટે અન્ડર-19 અને મેન્સ કેટેગરીમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તે પ્રિ-ક્વાર્ટર ફાઇનલ્સ સુધી પહોંચ્યો. આ સફળતા તેના સતત પરિશ્રમ, શુભેચ્છકોના આશીર્વાદ, શાળાના શિક્ષકો અને વાલીઓના સતત સમર્થનનું પરિણામ છે.
શાળાના ફાઉન્ડર ટ્રસ્ટી સુરેશ અગ્રવાલે અભિલક્ષને હાર્દિક અભિનંદન આપ્યા અને ખાસ કરીને તેના પિતા ગૌતમજીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું, "અભિલક્ષની આ સિદ્ધિ શાળા અને વાલીઓના સહયોગનું પ્રતીક છે. અમે એવા પ્રતિબદ્ધ વાલીઓ સાથે કામ કરવા બદલ ધન્યતા અનુભવીએ છીએ."
અભિલક્ષની આ સફળતા યુવા રમતવીરો માટે પ્રેરણારૂપ છે અને શાળાના ગૌરવને વધારે છે. CCIS ગ્રીન કેમ્પસ તેની ભાવિ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવે છે.