Ahmedabad Student Murder Case Updates: અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટનાને આજે ત્રીજો દિવસ છે. અને આજે પણ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અલગ અલગ સંગઠનો ત્યાં આવી અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. મૃતક નયનનો પરિવાર જે છે અત્યારે દુઃખી જોવા મળી રહ્યા છે.
પરિવારે ન્યાયની કરી માંગણી
નયનના પિતાને જોઈને હજી પણ સવાલ થાય છે કે, એક પિતા એક માતા જેણે પોતાના બાળકને ઉજવળ ભવિષ્ય માટે શાળાએ મોકલ્યો હતો એને ક્યારેય ખબર ન હતી કે એક નાનકડા ઝગડામાં કોઈ એને મારી નાખશે કોઈ બીજો છોકરો આવી અને એને આવી રીતના મારી નાખશે.
નયનના પિતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મારા છોકરાની જે હત્યા થઇ છે, જેની હું ગુજરાત સરકારને વિનંતી કરુ છુ કે, તેને પુરે પુરો ન્યાય મળવો જોઇએ. તેમજ સરકાર પણ અને પુરતો સાથ-સહકારી આપી રહી છે. તેમજ ગુજરાત પોલીસ તરફથી પણ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. અમનો આશા છે કે, અમારા દિકારને પુરતો ન્યાય મળશે, તેનુ બલિદાન વ્યર્થ નહીં જાય.