Surat News: આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. આ પાવન પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે સુરત શહેરમાં મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી હતી અને મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.
આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. અડાજણ વિસ્તારમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર સહિત શહેરના અનેક મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મંદિરો 'હર હર મહાદેવ', 'બમ બમ ભોલે' અને 'જય ભોલેનાથ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર અને ફૂલોનો અભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી. આ પવિત્ર માસમાં પૂજા કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શ્રાવણના અંતિમ દિવસ નિમિત્તે મંદિરોમાં મહાપૂજા, મહાઆરતી અને ભજન-કિર્તનના વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા હતા.