Banaskantha: વડોદરાના ડ્રાઈવરે બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરતાં ડીસાની પરિણીતાએ ઝેર પીધુ, બસના સ્લીપર કોચમાં પીંખી નાંખી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 11 May 2024 05:39 PM (IST)Updated: Sun 12 May 2024 08:19 AM (IST)
banaskantha-news-deesa-married-woman-consume-poison-after-raped-by-bus-driver-328812

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક ગામની યુવતીએ વડોદરાના વિધર્મી યુવકના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવક દ્વારા યુવતી પર દુષ્કર્મ ગુજારીને તેને સતત બ્લેકમેલ કરતો હતો. હાલ યુવતીને ડીસાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ડીસાના એક ગામની યુવતીના લગ્ન દક્ષિણ ગુજરાતમાં આવેલા એક શહેરમાં રહેતા યુવક સાથે થયા હતા. ફરિયાદી યુવતી ફાઈન આર્ટ્સનો અભ્યાસ કરે છે. યુવતી અને તેનો પતિ 6 મહિના અગાઉ ઉત્તર ભારતના પ્રવાસે ગયા હતા. આ સમયે બસમાં અન્ય મુસાફરોને યુવતી પોતાના પેઈન્ટિંગ બતાવતી હતી, ત્યારે બસના ડ્રાઈવર ઈમરાન કાસમ પોરીએ યુવતીના પેઈન્ટિંગના વખાણ કરીને પરિચય કેળવ્યો હતો. જેથી યુવતીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ આઈડી બસના ડ્રાઈવરને આપ્યું હતુ.

ઈમરાને ઈન્સ્ટાગ્રામ થકી યુવતીના ચિત્રોના વખાણ કરીને તેને ફસાવીને મોબાઈલ નંબર મેળવી લીધો હતો. જે બાદ યુવતીના પતિને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો હતો.

એક દિવસ યુવતી નવસારીથી ડીસા આવી રહી હતી, ત્યારે ઈમરાને વડોદરા પાસે બસ ઊભી રખાવી ચાલુ બસમાં જ સ્લીપર કોચમાં તેની સાથે બેસી ગયો હતો અને બસમાં જ તેની સાથે બાળજબરીપૂર્વક સંભોગ કર્યો હતો. જે બાદ ફરીથી યુવતી ડીસાથી નવસારી આવતી હતી, ત્યારે અંકલેશ્વર નજીક એક હોટલ પાસે ઇમરાન ગાડી લઈને આવ્યો હતો અને તેને ધમકી આપી જબરદસ્તી બસમાંથી ઉતારી પોતાની ગાડીમાં બેસાડી જબરદસ્તીથી સિંદૂર પૂરી આજપી તું મારી પત્ની
છે તેમ કહી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, યુવતીને ડીસા કારમાં મૂકવા આવતા પાલનપુર હાઈવે પર રસાણા કલ્યાણપુરા પાટિયા પાસે ખેતરમાં કાર લઈ જઈ કારમાં પણ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

જે બાદ ઈમરાને પીછો કરીને યુવતીના પિતાનું ઘર જોઈ લીધુ હતુ. જેથી તે યુવતીને ફોન કરીને કહ્યું કે, મેં તારા પિતાનું ઘર જોઈ લીધુ છે. હવે હું ત્યાં સળગી જઈને બધાને જેલમાં પુરાવી દઈશ. આમ ઈમરાન સતત બ્લેકમેલ કરીને અવારનવાર દુષ્કર્મ આચરતાં યુવતીએ કંટાળીને પોતાના પિતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ યુવતીને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલ તો યુવતીના ફરિયાદના આધારે ડીસા પોલીસે ઈમરાન વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.