Morari Bapu Pays Tribute:મોરારિબાપુએ વૈષ્ણોદેવી ખાતે પૂરમાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પી,પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી

તાજેતરમાં જ જમ્મુમાં વાદળ ફાટવાની જે ઘટના સર્જાઈ તેને લીધે કિશ્તવાડા વિસ્તારોમાં ભારે તબાહીના સમાચાર મળ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 29 Aug 2025 09:20 PM (IST)Updated: Fri 29 Aug 2025 09:20 PM (IST)
morari-bapu-pays-tribute-to-those-killed-in-heavy-floods-at-vaishno-devi-announces-assistance-to-families-593889

Morari Bapu Pays Tribute: દેશના અનેક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિમાં જાનહાની થયાના અહેવાલ છે. તાજેતરમાં જ જમ્મુમાં વાદળ ફાટવાની જે ઘટના સર્જાઈ તેને લીધે કિશ્તવાડા વિસ્તારોમાં ભારે તબાહીના સમાચાર મળ્યા છે.

આ ઘટનામાં વૈષ્ણોદેવીમાં ભારે વરસાદ તથા ભૂસ્ખલનની સ્થિતિમાં 33 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના અંગે જાણીતા કથાકાર મોરારિબાપુએ દુઃખ વ્યક્ત કર્યું છે. રિયાસી જિલ્લામાં ભારે વરસાદને પગલે જે ભૂસ્ખલનને લીધે વૈષ્ણોવેદી મંદિર ખાતે દર્શન માટે આવેલા લોકો પૈકી 33 લોકોના મોત થયા હતા.

મોરારિ બાપુની પોલેન્ડ ખાતે રામકથા ચાલી રહી છે, વૈષ્ણોદેવીમાં સર્જાયેલી ઘટના અંગે મોરારિબાપુએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ સાથે મોરારિ બાપુએ મૃતકોના પરિવારજનોને સહાયતા માટે રૂપિયા 4,95,000ની રકમ અર્પણ રી છે. ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સકારને આ રકમ પહોંચાડવામાં આવશે.મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.