Paresh Goswami Agahi: પરેશ ગોસ્વામીએ આગામી બે દિવસ માટે વરસાદની કરી આગાહી; ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વર્ષાની શક્યતા

રાજ્યના દક્ષિણ વિસ્તારમાં ખાસ કરીને નર્મદા, તાપી, સુરત, વલસાડ અને ડાંગ જેવા જિલ્લામાં આશરે એકથી ત્રણ-ચાર ઇંચ વરસાદ થઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 29 Aug 2025 08:50 PM (IST)Updated: Fri 29 Aug 2025 08:50 PM (IST)
weather-expert-paresh-goswami-ni-agahi-he-predicts-in-gujarat-soon-29-august-latest-rain-forecast-update-593880

Paresh Goswami Gujarat Weather Forecast:જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ચોમાસાને લઈ મહત્વની આગાહી કરી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે આગામી 30 અને 31મી ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના છે અને આ દરમિયાન વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય પણ અમુક વિસ્તારો અને જિલ્લામાં જ જોવા મળશે.

રાજ્યના દક્ષિણ વિસ્તારમાં ખાસ કરીને નર્મદા, તાપી, સુરત, વલસાડ અને ડાંગ જેવા જિલ્લામાં આશરે એકથી ત્રણ-ચાર ઇંચ વરસાદ થઈ શકે છે. જ્યારે નવસારી, વાપી, બિલીમરા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અંકલેશ્વર અને ભરુચમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે.

મધ્ય ગુજરાત
મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર તથા વિરમગામ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં અને એક-બે સેન્ટરમાં ભારે ઝાપટા પણ થઈ શકે છે.

ઉત્તર ગુજરાત
ઉત્તર ગુજરાતમાં સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના અમુક વિસ્તારોમાં ત્રણ થી પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. આ ત્રણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ 30 અને 31 ઓગસ્ટ દરમિયાન નોંધાય તેવી શક્યતા છે. બનાસકાંઠા (વાવ-થરાદ), પાટણ અને મહેસાણાના અન્ય વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડી શકે છે, પરંતુ ત્યાં કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી.કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નહીં. પરંતુ છૂટાછવાયા હળવા વરસાદ અને એક-બે સેન્ટરમાં મધ્યમ વરસાદની શક્યતા છે.મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ 30 અને 31 ઓગસ્ટ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાં નોંધાઈ શકે છે.