પરેશ ગોસ્વામીની આગાહી: બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, 31 ઑગસ્ટ સુધી ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે

અત્યારે સક્રિય સિસ્ટમ ટ્રેક પ્રમાણે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભાગ ઉપરથી પસાર થશે. જો કે આ સિસ્ટમ અગાઉના જેટલી મજબૂત નહીં હોય.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 27 Aug 2025 11:37 PM (IST)Updated: Wed 27 Aug 2025 11:37 PM (IST)
ahmedabad-news-paresh-goswami-ni-agahi-rain-forecast-till-31st-august-across-the-gujarat-592868
HIGHLIGHTS
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટાં જ પડશે
  • એકલ-દોકલ સેન્ટરમાં જ ભારે વરસાદની વકી

Paresh Goswami Ni Agahi: શ્રાવણ મહિનાના અંતમાં મેઘરાજાએ બઘડાટી બોલાવ્યા બાદ ભાદરવાની શરૂઆત થતાં જ વરસાદનું જોર ઘટી ગયું છે. અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં તડકો નીકળતા ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 31 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, હાલ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે અને તે આગળ પણ વધી રહ્યું છે. અત્યારે આ સિસ્ટમનો ટ્રેક જોઈએ તો, તે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપરથી પસાર થવાનું છે.

16 થી 24 ઓગસ્ટના રાઉન્ડ જેવો ભારે વરસાદ નહીં પડે

આ સિસ્ટમ 16 થી 24 ઓગસ્ટ દરમિયાનના વરસાદના રાઉન્ડ જેટલી મજબૂત નહીં હોય. આમ છતાં આગામી 31 ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના તમામ જિલ્લા, મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા જ વરસી શકે છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ અને એકાદ-બે સેન્ટરની અંદર ભારે વરસાદ પડી શકે છે.