Ambaji Bhadarvi Poonam Maha Mela 2025: ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે. જેમાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે, તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
એવામાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ અંબાજીના મેળામાં આવતા યાત્રિકોની સુવિધા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત QR કૉડ જનરેટ કરવામાં આવ્યો છે. આ QR કોડ સ્કેન કરીને યાત્રિકો પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સુવિધા વિશે પોતાના મોબાઈલમાં જાણકારી મેળવી શકશે.
જેમાં મેળાનું સમગ્ર લૉકેશન, એસ.ટી. બસની રુટ પ્રમાણે વ્યવસ્થા, દાન માટેની ઑનલાઈન વ્યવસ્થા, દર્શન અને આરતીનો સમય અને વ્યવસ્થા, આરોગ્ય સબંધિત સુવિધા, શૌચાલયની સુવિધા ઉપરાંત સમગ્ર મેળાના વર્ચ્યુઅલ રિયાલિટી સહિતની વિગતો દર્શાવવામાં આવી છે. જે માઈભક્તોને ખૂબ જ ઉપયોગી નીવડશે.

પગપાળા સંઘ માટે જરૂરી સૂચના
- વાહન પ્રતિબંધિત વિસ્તારમાં વાહન પ્રવેશ મળશે નહિ.
- વધુમાં વધુ 4 વાહનો (2 કોમર્શિયલ અને ર ખાનગી વાહન) માટે પાસ આપવામાં આવશે.
- ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ વાહન નંબરનો જ પાસ પ્રાપ્ત થશે.
- પદયાત્રા દરમિયાન સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની રહેશે.
- પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરી શકાશે નહિ.
- જીલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાની તમામ સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.
- આપ સૌ માતાજીના ચરણોમાં દર્શન માટે પધારી રહ્યા છો ત્યારે એક વડ-પીપળનું વૃક્ષ અને પાંચ દેશીકુળના વૃક્ષોનું ગામે ગામ વાવેતર કરી તેને ઉછેરવાના સંકલ્પ સાથે દર્શન માટે પધારો તેવી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વતી નમ્ર વિનંતી છે.
- સંઘમાં આવનાર પદયાત્રી ઓની તમામ સંપૂર્ણ માહિતી જેમ કે ગામ, સરનામું સંપર્ક નંબર વગેરે સંઘના મુખ્ય વ્યક્તિ પાસે હોવી ફરજીયાત છે.

- સંઘ સંચાલકો પોતાની જરૂરીયાત મુજબના ઓળખપત્ર સાથે રાખે તેવું ઈચ્છનીય છે.
- પદયાત્રાના માર્ગમાં જરૂરીયાત મુજબની તમામ વ્યવસ્થા આપના સંઘ દ્વારા કરવાની રહેશે.
- અંબાજી આસપાસનો સમગ્ર વિસ્તાર ડુંગરાળ અને ઢોળાવયુક્ત જોખમી માર્ગ હોઈ ટ્રેકટર, ટ્રેઈલર જેવા વાડનોથી મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવે છે.
- ઓનલાઈન ઇસ્યુ કરેલ વાહન પાસની પ્રિન્ટ કોપી વાહન ઉપર ચોટાડીને અથવા પોતાની સાથે રાખવાની રહેશે. વાહન ચકાસણી પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા વાહન પાસ માંગવામાં આવે ત્યારે વાડનપાસ રજુ કરવાનો રહેશે.

- માંગવામાં આવે ત્યારે વાહનપાસ રજુ કરવાનો રહેશે.
- પદયાત્રી સંઘોને ઈસ્યુ કરેલ વાહન પાસ પૈકી Private વાડનોને નિયત કરેલ VIP (વી.આઈ.પી) પાર્કિંગ સુધી પ્રવેશ જ આપવામાં આવશે. અંબાજી ગામમાં તથા વાડન પ્રતિબંધિત વિસ્તારમાં Private વાડનને પ્રવેશ મળશે નહિ.
- પદયાત્રી સંઘના રસોડાના સીધા-સામાન લઈ જતા અને ઓનલાઈન વાડનપાસ મેળવેલ Commercial (ટ્રેક્ટર, છોટા હાથી, ટેમ્પો, મીની ટ્રક વગેરે) વાહનોને જ અંબાજી ખાતેના નિયત સ્થળ સુધી પ્રવેશ આપવામાં આવશે. Private વાડન કે Passenger વાહનને અંબાજી ગામમાં કે વાહન પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવશે નહિ
સેવા કેમ્પ માટે જરૂરી સૂચના
- સેવા કેમ્પ તમોએ ફોર્મમાં જણાવેલ તારીખે અને સ્થળ ઉપર અંબાજી તરફ જતા માર્ગની ડાબી બાજુએ જ કરવાનો રહેશે.
- સેવા કેમ્પ ઉપર કામ કરનાર વ્યક્તિઓની સંપૂર્ણ માહિતી જેમ કે નામ, સરનામું, ફોન સેવા કેમ્પના મુખ્ય વ્યક્તિ પાસે હોવી ફરજીયાત છે.
- સેવા કેમ્પ ઉપર મેળા દરમિયાન સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની રહેશે. તેમજ મેળો પૂર્ણ થયે યોગ્ય સફાઈ કરવાની રહેશે. નોંધણી સમયે સફાઈ આયોજનની વિગતો અવશ્ય દર્શાવવાની રહશે. પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરી શકાશે નહિ.
- સેવા કેમ્પ ઉપર જરૂરીયાત મુજબની સીક્યોરીટી તેમજ ટ્રાફિક નિયમન કરાવવાનું રહેશે.
- સેવા કેમ્પ માર્ગ અને મકાન વિભાગના નિયમ અને પોલીસ વ્યવસ્થાનાં ભાગરુપે રોડની કિનારીથી 30 મીટર અંદર ઉભા કરવાના રહેશે.
- સેવા કેમ્પના સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરેલ હોય તો સ્ટેજ રોડ તરફ રાખી શકાશે નહિ. અન્યથા પોલીસ વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી બદલાવ કરાવવામાં આવશે.

- સેવા કેમ્પ ખાતે યાત્રિકોના પગરખા મુકવા માટેના સ્ટેન્ડ ઉભા કરવાના રહશે.
- સેવા કેમ્પના રોડ ઉપર કોઈપણ પ્રકારના વધારાના બમ્પ કે અવરોધ બનાવવા નહી.
- સેવા કેમ્પ અને તેની લગતી અન્ય બાબતો માટે પદયાત્રીઓને કે રસ્તા પર જતા વાહનોને કોઈપણ અડચણ ન થાય તે મુજબ કરવાનો રહેશે.
- આ ઓનલાઈન મંજુરી રજુ કરી નિયમાનુસાર ઠંગામી વીજ કનેક્શન મેળવી શકાશે.
- પાણી સુવિધા, સફાઈ વગેરે સગવડો સેવા કેમ્પ દ્વારા જાતે કરવાની રહેશે.
- સેવા કેમ્પની તમામ જરૂરિયાતો સ્વ-ખર્ચે કરવાની રહેશે.
- સેવા કેમ્પ ઉપર જરૂરીયાત મુજબના સી.સી.ટી.વી. કેમેરા લગાડવા ઈચ્છનીય છે.
- જરૂરિયાત મુજબના ફાયર ઈન્સ્ટીંગ્યુશર તેમજ આનુસંગિક તમામ વ્યવસ્થા કરવાની રહેશે.
- ફાયર NOC માટે આપના કેમ્પ સ્થળ બાંધકામનો પ્લાન ફાયર વિભાગની વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે.
- સેવા કેમ્પ શરુ કરતા પૂર્વે ફાયર NOC મેળવી દાંતા મામલતદાર કચેરીએ જમા કરાવવા નો રહેશે.
- બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા આપના સ્થળની ચકાસણી કરવામાં આવશે.
- અનિવાર્ય કારણસર, અન્ય પબ્લિક મેનેજમેન્ટ કે સુરક્ષાના કારણસર આ મંજુરી રદ કરવાનો અબાધિત અધિકાર પ્રાંત અધિકારીશ્રી, દાંતાને રહેશે.
ST બસ માટેની સુવિધા
ડીસા-સિદ્ધપુર જવા માટે જૂના RTOના નાકા પાસે આબુરોડ તરફના રસ્તે
પાલનપુર-આબુ રોડ જવા માટે જૂના RTOના નાકા પાસે આબુરોડ તરફના રસ્તે
અમદાવાદ, ગાંધીનગર વાયા હડાદ થઈને જવા માટે અંબાજી મંદિરની પાછળના GMDC મેદાનમાંથી બસો ઉપડશે
આવી જ રીતે અંબાજી મંદિરની પાછળના GMDC મેદાનમાંથી હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, મોડાસા, વિજાપુર, નડિયાદ, લુણાવાડા, મહેસાણા, હારીજ, ખેરાલુ, વિસનગર અને પાટણ જવા માટે બસો ઉપડશે.