National Sports Day 2025: રાજકોટમાં શ્રી સદગુરૂ મહિલા કોલેજની 1200 દીકરીઓએ ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત પ્રતિજ્ઞા લીધી

અત્રે ઉલ્લેખનીય છે કે 29 ઓગસ્ટ એટલે કે આજનો દિવસ દર વર્ષે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 29 Aug 2025 10:40 PM (IST)Updated: Fri 29 Aug 2025 10:42 PM (IST)
national-sports-day-2025-1200-girls-of-shri-sadhguru-womens-college-took-pledge-under-fit-india-movement-593917

National Sports Day 2025: આજે દેશભરમાં નેશનલ સ્પોર્ડ્સ ડે 2025 ની ઉજવણી કરવામાં આવી. ભારતભરમાં રમત પ્રત્યે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે, તંદુરસ્તી માટે જાગૃતિ ફેલાય અને ઓલિમ્પિક વેલ્યુનો સંદેશો ફેલાય તે હેતુથી નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી 3 દિવસ 29 થી 31 ઓગષ્ટ દરમ્યાન ફીડ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગ રૂપે આજે શહેરની શ્રી સદગુરૂ મહિલા કોલેજમાં ભણતી 1200 દીકરીઓએ આ અંતે પ્રતિજ્ઞા લીધી હતી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સક્રિય રહેવા વચન પાળ્યું હતું.

ફીટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર અને શ્રી સદગુરૂ મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડૉ અર્જુનસિંહ રાણાની આગેવાની હેઠળ સમગ્ર કોલેજના સ્ટાફે સક્રિય ભાગ લઇને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે 29 ઓગસ્ટ એટલે કે આજનો દિવસ દર વર્ષે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદના જન્મદિવસની યાદમાં રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે.

એવું કહેવાય છે કે જ્યારે મેજર ધ્યાનચંદ હોકી સ્ટીક પકડી રાખતા હતા, ત્યારે બોલ આપમેળે ગોલપોસ્ટ સુધી પહોંચી જતો હતો. તેમની રમતમાં જાદુ હતો, જેણે મેદાનમાં વિરોધીઓને જ નહીં, પરંતુ સમગ્ર ભારતને એક નવી ઓળખ આપી. 2012 થી તેમની યાદમાં રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.