Gujarat Rain Data | Kheda: ગુજરાતમાં એકસાથે ચાર જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ચારેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે ગઈકાલથી વરસાદનું જોર ઘટ્યું છે અને મેઘરાજાએ મધ્ય અને ઉત્તર ગુજરાત પર પોતાનું હેત વરસાવવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.
આજે 169 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
જો આજે વરસેલા વરસાદના આંકડા જોઈએ તો, સૌથી વધુ ખેડા જિલ્લાના નડિયાદમાં 35 મિ.મી (1.3 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય આણંદ શહેરમાં પણ 33 મિ.મી (1.3 ઈંચ) વરસાદ નોંધાયો છે. ખાસ વાત એ છે કે, છેલ્લા 2 કલાકમાં જ નડિયાદમાં 35 મિ.મી અને આણંદમાં 27 મિ.મી વરસાદ પડ્યો છે.
આ સિવાય વલસાડના કપરાડામાં 32 મિ.મી (1.2 ઈંચ), કચ્છના મુન્દ્રામાં 30 મિ.મી (1.1 ઈંચ), ભરૂચના નેત્રંગમાં 28 મિ.મી (1 ઈંચ) વરસાદ નોંધાયો છે.
છેલ્લા 2 કલાકમાં 84 તાલુકામાં વરસાદ
બપોરે 2 થી 4 વાગ્યા સુધીના છેલ્લા 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં આણંદના ઉમરેઠમાં 25 મિ.મી., સાબરકાંઠાના તલોદમાં 24 મિ.મી, ખેડાના ઠાસરામાં 21 મિ.મી, ખેડાના મહુધામાં 18 મિ.મી, વડોદરામાં 18 મિ.મી, અરવલ્લીના ધનસુરામાં 16 મિ.મી વરસાદ વરસ્યો છે.