Girnar Ropeway Timings, Ticket Price and Booking Online: હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. બીજી તરફ લીલી પરિક્રમા પણ શરૂ થવા જઈ રહી છે. અનેક લોકો જૂનાગઢ ફરવા માટે જઈ રહ્યા છે. જો તમે ગિરનાર અને જૂનાગઢ જઈ રહ્યા હોવ તો અહીંના આકર્ષણ સમા રોપ વેની મજા માણવાનું ભૂલશો નહીં. પર્વતોની વચ્ચે રોપ વેની મજા તમને એક અલજ અનુભુતિ કરાવશે. તો ચાલો જાણી લઈએ રોપ વેનો સમય અને ટિકિટનો ભાવ.
ગિરનાર રોપ વેનો સમય શું છે?
ગિરનાર રોપવેના સમયની વાત કરીએ તો સવારના 7 વાગ્યાથી તે શરૂ થઈ જાય છે અને સાંજના 4 વાગ્યા સુધી ચાલે છે. ટાઈમ સ્લોટની વાત કરીએ તો…
- 7 AM થી 8 AM
- 8 AM થી 9 AM
- 9 AM થી 10 AM
- 10 AM થી 11 AM
- 11 AM થી 12 AM
- 12 PM થી 1 PM
- 1 PM થી 2 PM
- 2 PM થી 3 PM
- 3 PM થી 4 PM
ગિરનાર રોપ-વેની ટિકિટ શું છે?
- ગિરનાર રોપ-વેમાં મોટાઓની ટિકિટ 699 રૂપિયા છે.
- 90થી 110 સેન્ટીમિટર હાઈટવાળા બાળકોની 350 છે.
- તમે આ ટિકિટ ઓનલાઈ પણ લઈ શકો છો અને સ્થળ પર પણ લઈ શકો છો.
ગિરનાર રોપ વેમાં શું લઈ જવાની મનાઈ છે?
- દારુ, નશાકારક પદાર્થ
- પાલતું પ્રાણી
- 5 કિલોથી વધારે વજન
- કોઈ પણ પ્રકારનું હથિયાર
- વિસ્ફોટક કે જ્વલનશીલ પદાર્થ
- ડ્રોન, ટ્રાઈપોડ કે સેલ્ફી સ્ટિક
- ધુમ્રપાનની વસ્તુઓ
- પ્લાસ્ટિકની કોઈ વસ્તુ કે બોટલ.