Gujarat Rain News: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં 79 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.
ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…
- ભાણવડમાં 5.00 ઇંચ વરસાદ
- જામજોધપુરમાં 4.49 ઇંચ વરસાદ
- ભેંસાણમાં 4.37 ઇંચ વરસાદ
- ધરમપુરમાં 4.29 ઇંચ વરસાદ
- નાંદોદમાં 4.02 ઇંચ વરસાદ
- કોટડા સાંગાણીમાં 3.98 ઇંચ વરસાદ
- પારડીમાં 3.90 ઇંચ વરસાદ
- પાલનપુરમાં 3.58 ઇંચ વરસાદ
- વ્યારામાં 3.50 ઇંચ વરસાદ
- વિજયનગરમાં 3.31 ઇંચ વરસાદ