Gopal Italia: માણસાના પાટણપુરા ગામમાં આયોજિત AAPની ‘ગુજરાત જોડો’ જનસભા, ગોપાલ ઇટાલીયાએ કહ્યુંઃ ગુજરાતમાં વિસાવદર વાળી થવાનો ડર

1 ઓગસ્ટથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ‘ગુજરાત જોડો મહાસભા’ની શરૂઆત કરવામાં આવી હતી અને 24 દિવસમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જનસભાઓ યોજવામાં આવી છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 25 Aug 2025 03:38 PM (IST)Updated: Mon, 25 Aug 2025 03:38 PM (IST)
gopal-italia-at-aaps-gujarat-jodo-meet-in-mansa-warns-of-visavadar-like-turn-in-gujarat
HIGHLIGHTS
  • ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, લગભગ 40 વર્ષથી નીચેના કોઈ યુવાનોએ ભાજપ સિવાય કોઈ બીજી પાર્ટીનું રાજ જોયું નથી.
  • સમગ્ર ગુજરાતમાં ’ગુજરાત જોડો’ જનસભાઓને પ્રજા તરફથી ખૂબ જ સમર્થન મળી રહ્યું છે: ગોપાલ ઈટાલીયા

Gopal Italia News: ગતરોજ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પાટણપુરા ગામમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની જાહેર સભા કરવામાં આવી. ખુબ વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને વિશેષમાં મહિલા મોટી સંખ્યામાં આ જનસભામાં ઉપસ્થિત રહીને આવનારી ચૂંટણીમાં “વિસાવદરવાળી” કરવાનો સંકલ્પ કર્યો હતો.

1 ઓગસ્ટથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ‘ગુજરાત જોડો મહાસભા’ની શરૂઆત કરવામાં આવી હતી અને 24 દિવસમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જનસભાઓ યોજવામાં આવી છે અને આ સભાઓમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સમગ્ર ગુજરાતમાં એક નવી રાજકીય લહેરનું સ્વાગત કર્યું છે. ગુજરાત જોડો અભિયાનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ જેવી જુદી જુદી પાર્ટીઓમાંથી પણ અનેક ઈમાનદાર નેતાઓ સાથે સાથે સામાજિક અને ખેડૂત આગેવાનો, તેમજ દરેક જાતિ, ધર્મ અને વર્ગના લોકો હવે આમ આદમી પાર્ટીની વિચારધારાને અપનાવીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે — જે આગામી રાજકીય પરિવર્તનનો સંકેત છે.

ગુજરાત જોડો જનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 30 વર્ષથી ભાજપ સરકાર શાસનમાં છે મતલબ લગભગ 40 વર્ષથી નીચેના કોઈ યુવાનોએ ભાજપ સિવાય કોઈ બીજી પાર્ટીનું રાજ જોયું નથી. 30 વર્ષથી ભાજપ શાસનમાં છે તેમ છતાં પણ સમગ્ર ગુજરાતમાં ચારે બાજુ લોકો પીડામાં છે. ભાજપના નેતાઓ ફક્ત બધું ભેગું કરવામાં માને છે. ભાજપના નેતાઓ આખે આખા ગામને લૂંટીને એકલા કમાય છે. ભાજપના લોકોએ એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે આજે રોડ પર નીકળીએ તો ખબર નથી પડતી કે રોડમાં ખાડા પડ્યા છે કે ખાડામાં રોડ છે.

naidunia_image

આજે ભાજપ ખેડૂતોને પુરતું બિયારણ આપતી નથી અને જો બિયારણ આપે તો નકલી બિયારણ પધરાવવામાં આવે છે. આ નકલી બિયારણ અને નકલી નકલી વસ્તુ વેચનારા લોકોને ભાજપ તરફથી સંરક્ષણ મળતું હોય છે. આજે ભાજપે સમગ્ર તંત્ર પર એવી પકડ જમાવી લીધી છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતોને ભાવ નથી મળતા, પૂરતું પાણી નથી મળતું, જોઈએ એટલી વીજળી મળતી નથી, ગૌચર જમીનો ખાઈ ગયા, જેના કારણે ખેડૂતોની હાલત આજે દિવસેને દિવસે કફોડી થઈ રહી છે અને આ પરિસ્થિતિ બદલવા માટે જ હવે ગુજરાતના લોકોએ ઊભા થવું પડશે અને આમ આદમી પાર્ટી સાથે જોડાવુંAAPમાં જોડાઈ રહ્યા છે એ જોઈને ભાજપના લોકોને પણ આખા ગુજરાતમાં વિસાવદર વાળી થવાનો ડર છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન સાગર રબારીએ ગુજરાત જોડો જનસભામાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કામ વિશે અને આમ આદમી પાર્ટીના વિચારો વિશે આજે ગુજરાતના લોકો જાણી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં આમ આદમી પાર્ટીએ સામાન્ય લોકો, ગરીબો, સહિત તમામ જાતિ અને તમામ ધર્મના લોકો માટે વિકાસના કામો કર્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવી છે. 30 વર્ષથી ભાજપ સત્તામાં છે તેમ છતાં પણ તેઓ આપણને સારા રોડ અને સારા પૂલ પણ આપી શક્યા નથી.

અંગ્રેજોએ બનાવેલા રોડ અને પુલ આજે પણ ટકેલા છે જ્યારે ભાજપે બનાવેલા રોડ એક વર્ષ પણ ટકતા નથી. ગુજરાતની ભાજપ સરકારે ફક્ત ગુજરાતના લોકોને લૂંટવાનું કામ કર્યું છે. ભાજપ વારંવાર લોકોને જાતિ અને ધર્મમાં ઉલજાવીને મત લઈ જાય છે. આજે ગુજરાતમાં કોઈપણ સમસ્યાનો જો કોઈ મૂળ હોય તો તે ફક્ત ભાજપ છે. ચૂંટણીઓમાં પૈસા અને દારૂ વેચીને તે લોકો વોટ લઈ જાય છે પરંતુ ચૂંટણી પત્યા પછી ભાજપના લોકો જનતાને હકના પૈસા લૂંટી જાય છે. ભાજપના ધારાસભ્યો વોટ લીધા પછી દેખાતા પણ નથી. આવા 30 વર્ષના અત્યાચારી શાસન બાદ હવે ગુજરાતના લોકો પાસે એક મજબૂત વિકલ્પ આવ્યો છે. માટે હવે