Draupadi Murmu in Gujarat: આજે બુધવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. જેમાં ભારતમાં પ્રથમવાર ગુજરાતમાં ઇ-વિધાનસભાનો પ્રયોગ થયો છે. જેનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઇ-વિધાનસભાનું લોકાપર્ણ કરાયું છે. એટલું જ નહીં તેમણે ગૃહને સંબોધિત કર્યું છે.મહત્ત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયું છે જેથી દેશનું નામ બદલવાની વાત વેગ મળ્યો છે.

રાષ્ટ્રપતિ મુર્મુ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણએ બુધવારે ઇ-વિધાનસભાનું લોકાપર્ણ કર્યું છે. ગુજરાત ઇ-વિધાનસભાની નિમંત્રણ કાર્ડમાં દ્રોપદી મુર્મુના હોદ્દાને પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. જેથી ફરી દેશનું નામ બદલવાની ચર્ચાને વેગવંતી થઇ છે.
ઉલ્લેખનીય છેકે, દિલ્હીમાં યોજાયેલી G20 સમિટમાં રાષ્ટ્રપતિના ડિનરની આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયુ હતું. જેના કારણે ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની વાત ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર આજથી શરૂ થઇ રહ્યુ છે, ત્યારે ગઈકાલે કામકાજ સલાહકાર સમિતીની બેઠક મળી હતી. જેમાં ગૃહની કામગીરીમાં એક દિવસનો સમય વધારવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. તારીખ 13થી માંડીને તારીખ 16મી સુધી ચોમાસુ સત્ર મળશે. આ સત્ર દરમિયાન બે સરકારી સંકલ્પ પણ રજૂ થશે. આ સાથે એક કલાકની પ્રશ્નોતરી સેસન પણ હશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.