G20 Summit Guest In Indian Attire: હાલ નવી દિલ્હીમાં G20 સમિટનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ઘણા દેશોની ફર્સ્ટ લેડી પણ સામેલ થઈ છે. G20 સમિટના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શાહી ડિનરનું આયોજન કર્યું હતું. જેમાં ઘણા દેશોની ફર્સ્ટ લેડી અને અન્ય વિદેશો મહેમાનો ભારતીય પોશાકમાં જોવા મળી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીએ સૌનું સ્વાગત કર્યું હતું.

G20 સમિટના શાહી ડિનરમાં સામેલ થવા માટે પહોંચેલી વિદેશી મહિલાઓ ભારતીય પોશાકમાં જોવા મળી હતી. કેટલીક મહિલાઓ સાડીમાં તો કેટલીક મહિલાઓ સૂટ-સલવારમાં જોવા મળી હતી.

ભારત મંડપમ ખાતે આયોજિત રાત્રિભોજન કાર્યક્રમમાં વિવિધ દેશોના વડાઓ અને અન્ય મહેમાનોને આવકારતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદી.

બ્રિટિશ પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ. આ દરમિયાન અક્ષતાએ ઈન્ડો-વેસ્ટર્ન પોશાક પહેર્યો હતો.

IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથએ વાદળી અને લાલ રંગની સાડી પહેરી હતી.

જાપાનના રાષ્ટ્રપતિ ફ્યુમિયો કિશિદા તેમની પત્ની યુકો કિશિદા સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન યુકો ગ્રીન અને પિંક સાડી પહેરેલી જોવા મળી હતી.

વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા અને તેમની પત્ની રિતુ બંગા. આ દરમિયાન રિતુ બંગાએ સાડી પહેરી હતી.

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને તેમની પત્ની ઈરિયાના. આ દરમિયાન તે ભારતીય પોશાક સૂટ-સલવારમાં જોવા મળી હતી.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના એમડી ક્રિસ્ટાલિના જ્યોર્જિવ સૂટ-સલવારમાં જોવા મળી હતી.

બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાડી પહેરેલી જોવા મળી હતી.

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ અને તેમની પત્ની કોબિતા. આ દરમિયાન કોબિતા સફેદ સાડી પહેરેલી જોવા મળી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.