Ahmedabad News: ગુજરાત વિધાનસભાનું 13મી સપ્ટેમ્બરથી સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જે દરમિયાન રાજ્યની ઇ-એસેબ્લીનું લોકાર્પણ કરવામાં આવનારું છે. ગુજરાત વિધાનસભા દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાત આવી રહ્યાં છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવાના છે.
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 12 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. 13 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆત કરવામાં આવી છે. પેપરલેસ બનાવવા માટે વિધાનસભાને ડિજિટલ રૂપ આપવામાં આવ્યું છે. આ માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કરવા અંગે તાલિમ પણ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ગુજરાત ઇ-વિધાનસભાનું લોકાર્પણ કરવામાં આવશે.
ત્રણ દિવસીય ચોમાસું સત્ર કાલથી શરૂ થવાનું છે અને તમામ ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં ટેબલેટનો કેવી રીતે ઉપયોગ કરી શકશે એ અંગે આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં એક મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. કેવી રીતે પ્રશ્નો પૂછવા, કેવી રીતે ટેબલેટનો ઉપયોગ કરવો સહિતની બાબાતોનું રિહર્સલ કરવામાં આવશે. જેથી વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં ઉપસ્થિત ધારાસભ્યોને કોઇ મુશ્કેલી પડે નહીં.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.