Bhuj News: કચ્છ જિલ્લાના અંજારમાં મજૂરી કામ કરતા પરિવારોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મજૂરી અપવવાનું કામ કરતા એક શખ્સે મજૂરો જે ભૂંગામાં રહેતા હતા તે 12 જેટલ ભૂંગાઓને મજૂરો અંદર પરિવાર સાતે સૂતા હતા એ સમયે આગચાંપી દીધી હતી. બનાવની જાણ એક મજૂર અને આસપાસના લોકોને થતાં તમામને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગ લગાવનારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બદ્રિલાલ ગંગારામ યાદવે અંજાર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, અંજાર શહેરના ખત્રીચોક પાસે મોચી બજાર આવેલું છે, જ્યાં 12 જેટલા ભૂંગાઓમાં મજૂરો પરિવાર સાથે રહે છે. રફીક કુંભાર નામનો શખ્સ આ મજૂરોને મજૂરી કામ અપાવતો હતો. જોકે મજૂરીએ લઇ ગયા બાદ રફિકે કામના રૂપિયા આપ્યા ન હોવાથી મજૂરોએ મજૂરીએ આવવાની ના પાડી દીધી હતી. જેનો ખાર રાખીને રફીકે તમામને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.
રવિવારના રોજ સવારે રફીક ભૂંગાઓ પાસે આવ્યો હતો. એ સમયે બાળકો ભૂંગાની અંદર સુતા હતા. રફીકે પેટ્રોલિયમ જેવું જલદ પ્રદાર્થ ભૂંગાઓ પર છાંટ્યું હતું અને આગ લગાવી દીધી હતી. જોત-જોતામાં ભૂંગાઓ આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઇ ગયા હતા. જોકે એ સમયે ફરિયાદી અને આસપાસના લોકોની નજર પડતાં ભૂંગાની અંદર રહેલા બાલકો, મહિલાઓ અને વૃદ્ધોને હેમખેમ બહાર કાઢી લેતા જાનહાની ટળી હતી. આગ ચાંપ્યા બાદ રફીક ત્યાંથી ભાગી ગયો હતો.
બનાવ અંગે અંજાર પોલીસને જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ ત્યા સુધીમાં ભૂંગા બળીને ખાખ થઇ ગયા હતા. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. જે દરમિયાન આરોપી રેલવે સ્ટેસન પાસે જોવા મળતા તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.