Bhavnagar News: ભાવનગરના બોર તળાવમાં બે કિશોરી સહિત છ ડૂબ્યા, ચારના મોત, એકનો બચાવ

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 21 May 2024 02:05 PM (IST)Updated: Wed 22 May 2024 07:13 AM (IST)
bhavnagar-news-six-child-drowned-in-bortalav-four-died-and-one-missing-one-rescued-332990

Bhavnagar News: થોડા દિવસ પહેલા જ નર્મદામાં ડૂબી જોવાના કારણે એક જ પરિવારના સાત જેટલા લોકોના મોતની નીપજ્યા હતા. એ ઘટના હજી તો ભુલાય નથી ત્યાં ભાવનગરમાં આજે બે કિશોરી સહિત 6 ડૂબી ગયા હતા. જેમાંથી એકનો બચાવ થયો છે, ચારના મોત નીપજ્યાં છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.

મળતી વિગતો અનુસાર આજે બપોરના સમયે ભાવનગરના બોરતળાવમાં છ બાળકો ડૂબ્યા હતી. જેમાં પાંચ બાળકીઓ અને એક બાળક ડૂબી જતા ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક વિસ્તારના બાળકો કપડાં ધોવા અને નાહવા બોરતળાવના કાંઠે ગયા હતા. જે દરમિયાન બાળકો ડૂબી જવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ પાંચ કિશોરીઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. જેમાંથી ચારના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી એક બાળકની શોધખોળ શરૂ કરી છે.

મૃતકોના નામ
અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉ.વ.આ.17),
રાશીબેન મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.9),
કાજલબેન વિજયભાઈ જાંબુચા (ઉ.વ.12)
કોમલબેન મનિષભાઈ ચારોલીયા (ઉ.વ. 13)

સારવાર હેઠળ
કિંજલ મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.આ.12)