Gujarat Electric Vehicle Subsidy Yojana: ઈલેક્ટ્રીક વાહન ખરીદનારને ગુજરાત સરકાર આપશે સહાય, મેળવો ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના વિશેની તમામ જાણકારી

Gujarat Electric Vehicle Subsidy Yojana 2024 Apply Online: જો તમે નવું ટુ વ્હીલર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ઈલેક્ટ્રીક વાહન ખરીદવા માટે સબસિડી આપવાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રીક ખરીદવા માટે રૂપિયા 12000 સબસિડી આપવામાં આવશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 17 Jul 2024 02:59 PM (IST)Updated: Wed 17 Jul 2024 03:34 PM (IST)
gujarat-electric-two-wheeler-subsidy-application-eligibility-how-to-claim-subsidy-amount-benefits-last-date-364684

Gujarat Electric Vehicle Subsidy Yojana 2024 Apply Online: જો તમે નવું ટુ વ્હીલર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ઈલેક્ટ્રીક વાહન ખરીદવા માટે સબસિડી આપવાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રીક ખરીદવા માટે રૂપિયા 12000 સબસિડી આપવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ ગુજરાત સ્કુટી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો પ્રાથમિક ધ્યેય વાયુ પ્રદૂષણ ઘટાડવાનો છે. ત્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ટુ વ્હીલર સબસિડી સ્કીમ 2024ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઈ-સ્કૂટરની ખરીદી માટે રૂ. 12000 ની સબસિડી મળશે જ્યારે ઈ-રિક્ષા ખરીદવા માટે વધારાની રૂ. 48000 સબસિડી મળશે. આ સબસિડી માત્ર બેટરીથી ચાલતા વાહનો માટે જ ઉપલબ્ધ છે. આ યોજના માત્ર વિદ્યાર્થીઓ માટે છે.

ટુ-વ્હીલર સબસિડી

  • ગુજરાત સરકાર દરેક વિદ્યાર્થીને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે રૂ. 12,000 સબસિડી આપશે.
  • ગુજરાત ટુ વ્હીલર યોજના હેઠળ સબસિડીનો લાભ ધોરણ 9 થી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ મેળવી શકે છે.
  • સબસિડીની રકમ માત્ર બેટરીથી ચાલતા ઈ-સ્કૂટરની ખરીદી માટે જ મળશે.
  • ટુ-વ્હીલર સ્કીમ હેઠળ અંદાજે 10,000 ઇલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ કરાવશે.

થ્રી-વ્હીલર સબસિડી

  • ગુજરાત સરકાર દરેક ઉમેદવારને ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે રૂ. 48,000 સબસિડી આપશે.
  • ગુજરાત થ્રી-વ્હીલર યોજના વ્યક્તિગત અને સંસ્થાકીય બંને લાભાર્થીઓને મદદ કરશે.
  • સબસિડી માત્ર બેટરીથી ચાલતી ઈ-રિક્ષા માટે નાણાકીય સહાય તરીકે આપવામાં આવશે.
  • થ્રી-વ્હીલર સ્કીમ હેઠળ અંદાજે 5,000 ઇલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ કરાવશે.

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજનાની યોગ્યતા અને ડોક્યૂમેન્ટ્સ

  • ઉમેદવાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ
  • આ યોજના માત્ર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ છે
  • આધાર કાર્ડ
  • શાળા પ્રમાણપત્ર
  • બેંક એકાઉન્ટની ડિટેલ્સ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ફોન નંબર

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • ઓફિશિયલ વેબસાઇટનું મુખ્ય પેજ તમારી સામે ખુલશે.
  • અહીં 'Apply Now For Application Form' પર ક્લિક કરો.
  • ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ જાણકારી દાખલ કરો.
  • તમામ જરૂરી માહિતી સાથે ફોર્મ ભરો.
  • ફોર્મ ભર્યા પછી તમામ મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ્સ અપલોડ કરો.
  • હવે સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.