Coolie Box Office Collection Day 11: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના સ્ટારડમનો કોઈ જવાબ નથી. 74 વર્ષની ઉંમરે પણ તે પોતાના એક્શન અવતારથી મોટા પડદા પર એવી ધમાલ મચાવે છે કે સિનેમાઘરો હાઉસફુલ થઈ જાય છે અને નિર્માતાઓના ખિસ્સા પણ કમાણીથી ભરાઈ જાય છે. તેમની તાજેતરની ફિલ્મ કુલી પણ કંઈક આવું જ કરી રહી છે.
લોકેશ કનગરાજ દ્વારા દિગ્દર્શિત ગેંગસ્ટર ડ્રામા કુલી 14 ઓગસ્ટે બોલિવૂડ ફિલ્મ વોર 2 સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોને લઈને ફિલ્મ વર્તુળોમાં ઘણી ચર્ચા હતી. પરંતુ જ્યારે કમાણીની વાત આવી ત્યારે કુલીએ તેમા બાજી મારી છે. આજે પણ કુલી કમાણીના મામલે વોર 2 થી ઘણી આગળ છે.
11 મા દિવેસ કૂલી ની કમાણી
કૂલી અને વોર 2 બંને સારી કમાણી કરી રહ્યા છે, પરંતુ રજનીકાંતની ફિલ્મ આગળ છે. શરૂઆતના આંકડા મુજબ, આ ફિલ્મે બીજા રવિવારે નોન-વીકેન્ડ રેકોર્ડ તોડી નાખ્યા છે. જ્યારે ફિલ્મે શનિવારે 10.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
સૈકનિલ્કના રિપાર્ટ પ્રમાણે, કુલીએ બીજા રવિવારે ઘરેલુ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 8.44 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જોકે, આ સત્તાવાર આંકડા નથી. આ ફક્ત પ્રારંભિક અને અંદાજિત આંકડા છે. વધુમાં, આ સવાર, બપોર અને સાંજના શોનો ડેટા છે. રાત્રિના શો સહિત, કુલી રવિવારે ચોક્કસપણે 10 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરશે.
કુલીનું દિવસવાર બોક્સ ઓફિસ કલેક્શન
કુલી પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. તેણે પહેલા દિવસે વર્ષની સૌથી મોટી ઓપનર બનીને ઇતિહાસ રચ્યો અને આ ટ્રેન્ડ ચાલુ છે.
- પહેલો દિવસ - 65 કરોડ
- બીજો દિવસ - 54.75 કરોડ
- ત્રીજો દિવસ - 39.5 કરોડ
- ચોથો દિવસ - 35.25 કરોડ
- પાંચમો દિવસ - 12 કરોડ
- છઠ્ઠો દિવસ - 9.5 કરોડ
- સાતમો દિવસ - 7.5 કરોડ
- આઠમો દિવસ - 6.15 કરોડ
- નવમો દિવસ - 5.85 કરોડ
- દસમો દિવસ - 10.5 કરોડ
- અગિયારમો દિવસ- 8.44 કરોડ