Rajal Barot Navratri Outfit: નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખૈલેયાઓએ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિની ખરીદીઓ, પાર્ટી પ્લોટ સહિતની બુકિંગ પણ શરૂ થઈ ગઈ છે.

ત્યારે આ સમયે ગરબાની રમઝટ બોલાવનાર રાજલ બારોટે નવરાત્રી આઉટફિટ્સમાં કેટલીક તસવીરો શેર કરી છે.

સિંગર રાજલ બારોટે બ્લેક ચણિયાચોળીમાં સુંદર તસવીરો શેર કરી છે. તે ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
સિંગર રાજલ બારોટ મોટી વાળી બ્લેક રંગની ચણિયા ચોળી પહેરી છે. જેમાં મરુન રંગની સુંદર ઓઢણીથી તેનો લુક અદભૂત લાગી રહ્યો છે.

આ સિવાય રાજલ બારોટે ઓક્સોડાઈસની જ્વેલરી પહેરી છે. જેમાં હાથમાં વીટીં, કંગન અને ગળામાં હારથી તેનો લુક ગોર્જિયસ લાગી રહ્યો છે.

જો તમે પણ નવરાત્રીમાં ખરીદી કરી રહ્યા છો તો રાજલ બારોટની આ ચણિયા ચોળીની ડિઝાઈન કોપી કરી શકો છો.
