અમદાવાદ.
Pathaan Trailer: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ (Pathaan) બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan) ઉપરાંત દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જોન અબ્રાહમ (John Abraham) પણ છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 25 જાન્યુઆરી, 2023 ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે, હવે સમાચાર મળી રહ્યા છે કે, પઠાણનું ટ્રેલર 10 જાન્યુઆરીએ રિલીઝ થશે.
શાહરૂખ ખાન લગભગ 4 વર્ષ પછી સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત એક્શન ફિલ્મ પઠાણ સાથે મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. યશ રાજ ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણને દર્શાવતી ફિલ્મ પઠાણનું ટીઝર અને બે ગીતો રિલીઝ થઇ ચૂક્યા છે.
SRKનું પુનરાગમન
શાહરૂખ ખાન છેલ્લે અનુષ્કા શર્મા સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. જેનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. લગભગ ચાર વર્ષ પછી કિંગ ખાન કમબેક કરી રહ્યો છે અને તેની પ્રથમ ફિલ્મ પઠાણ હશે. જે આવતા મહિને સિનેમાઘરોમાં આવશે.
શાહરૂખ પઠાણને હિટ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. બોડી બનાવવાથી લઈને ફિલ્મના પ્રમોશન સુધી કિંગ ખાન દરેક યુક્તિ અજમાવી રહ્યો છે. પઠાણ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. જેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ વિશ્વભરમાં અનેક સ્થળોએ કરવામાં આવ્યું છે.