ન્યુ દિલ્હીઃ ભારત તરફથી આ વર્ષે ઓસ્કારમાં મોકલાયેલી ગુજરાતી ફિલ્મ છેલ્લો શૉ (Chhello Show) એટલે કે, Last Film Showના ચાઇલ્ડ એક્ટર રાહુલ કોળીનું નિધન થયું છે. રાહુલને લ્યૂકેમિયા નામનું કેન્સર હતું. મહત્ત્વનું છે કે, ફિલ્મમાં ભાવિન રબારીએ લીડ રોલ પ્લે કર્યો છે અને રાહુલે તેના ફ્રેન્ડના રોલમાં હતો. આ સમાચાર સામે આવ્યા પછી દરેક લોકો દુખી છે.
રાહુલ કોળીના પિતાએ નિધન પછી જણાવ્યું કે, ''તેને છેલ્લાં ઘણાં દિવસથી થોડાક-થોડાક સમયે ખૂબ જ તાવ આવતો હતો. આ પછી રાહુલને લોહીની ઉલટી પણ થતી હતી. આ ઉપરાંત રાહુલના પિતાએ વધુમાં જણાવ્યું કે, રવિવારે તેણે નાસ્તો કર્યો હતો. આ પછી તેને સતત તાવ આવ્યો અને ત્રણવાર લોહીની ઉલટી થઈ હતી. આ પછી તેનું અવસાન થયું હતું. દીકરાના નિધનને લીધે આખો પરિવાર તૂટી ગયો હતો.''
ભારત તરફથી ઓસ્કારમાં મોકલી છે ફિલ્મ
છેલ્લો શૉ (Chhello Show) એટલે કે, Last Film Show આ વખતે 95માં ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી મોકલવામાં આવી છે. ફિલ્મમાં ફેસ્ટિવલમાં પેન નલિનની આ ફિલ્મના ભરપૂર વખાણ થયા છે. ફિલ્મમાં રાહુલ અને ભાવિન ઉપરાંત ઋચા મીણા, ભાવેશ શ્રીમાણી, પરેશ મહેતા અને ટિયા સબેશ્ચિયને લીડ રોલ પ્લે કર્યો છે.