અમદાવાદ.
Shah Rukh Khan on Twitter: શાહરૂખ ખાન (Shah Rukh Khan) ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. મેકર્સે હવે ફિલ્મ પઠાણનું ધમાકેદાર ટ્રેલર (Pathaan Trailer) રિલીઝ કરી દીધું છે. ચાહકોને કિંગ ખાનની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી છે અને લોકોને આશા છે કે આ ફિલ્મ સુપરહિટ સાબિત થશે. અભિનેતા રામ ચરણે (Ram Charan) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું તેલુગુ ટ્રેલર લોન્ચ કર્યું હતું.
શાહરૂખ ખાને રામ ચરણનો આભાર માનતા તેની ટ્રેડમાર્ક શૈલીમાં ટ્વિટર પર લખ્યું, “થેન્ક યુ સો મચ માય મેગા પાવર સ્ટાર રામ ચરણ. જ્યારે તમારી RRR ટીમ ભારતમાં ઓસ્કર (Oscar) લાવે, ત્યારે કૃપા કરીને મને તેને સ્પર્શ કરવા દોજો!! લવ યુ." ત્યાર બાદ રામ ચરણે પણ રિપ્લાય આપ્યો અને લખ્યું "બેશક શાહરુખ ખાન સર! આ એવોર્ડ ભારતીય સિનેમાનો છે." નોંધનીય છે કે, RRR ના ગીત ‘નાટુ નાટુ’ ને ઓસ્કરમાં ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં સિલેક્ટ કરવામાં આવ્યું છે.
ગોલ્ડન ગ્લોબની બે કેટેગરીમાં RRR
તમને જણાવી દઈએ કે, 10 જાન્યુઆરી (ભારતમાં 11 જાન્યુઆરી) ના રોજ યોજાનાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં RRR બેસ્ટ પિક્ચર નોન અંગ્રેજી ભાષા અને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં કમ્પીટ કરી રહી છે અને રામ ચરણ તેમાં હાજરી આપવા માટે LAમાં છે. નિષ્ણાતોનું માનવું છે કે જો RRR ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં જીતશે તો તે ઓસ્કર એવોર્ડ્સમાં ફિલ્મનો દાવો મજબૂત કરશે.
25 જાન્યુઆરીએ રિલીઝ થશે પઠાણ
જો પઠાણની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. પઠાણ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે.