અમદાવાદ.
Pathaan Trailer Relase: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ને રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. કિંગ ખાન અને ફિલ્મ નિર્માતાઓ તેને હિટ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. યશ રાજ ફિલ્મ્સે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આ સ્પાય યુનિવર્સ ફિલ્મનું થિયેટર ટ્રેલર 10 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. પ્રોડક્શન હાઉસે એ પણ વચન આપ્યું હતું કે ટ્રેલરમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમનું એક્શન અને રોમાંચથી ભરપૂર પ્રદર્શન જોવા મળશે.
'પઠાણ'ના ટ્રેલરમાં હશે સલમાન ખાન
'પઠાણ' ને લઇને ગયા વર્ષે જ સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો છે. હવે આ અંગે કેટલાક અહેવાલો સામે આવ્યા છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે શું સ્પાય યુનિવર્સના આયર્ન મેન, સલમાન ખાન પણ ટ્રેલરનો ભાગ હશે. બોલિવૂડ હંગામાના અહેવાલો અનુસાર, યશ રાજ ફિલ્મ્સના એક સૂત્રએ તેમને કહ્યું, 'તે સસ્પેન્સ છે. આદિત્ય ચોપરા પોતાની ફિલ્મનું સસ્પેન્સ જાળવી રાખવા માંગે છે, તેથી તેણે ફિલ્મના બે ટ્રેલર એડિટ કર્યા છે. એક સલમાન ખાન સાથે અને બીજું તેના વગર.
શાહરૂખ સાથે કરશે ખતરનાક સ્ટંટ
રિપોર્ટ્સ અનુસાર, આદિત્ય ચોપરાનો આઈડિયા માત્ર સલમાન ખાનને બતાવવાનો છે, તેઓ તેના વિશે કંઈપણ જાહેર કરવા માંગતા નથી. આમ કરવાથી લોકોને ફિલ્મની કહાનીમાં ઇન્ટરેસ્ટ બની રહેશે. આદિત્ય ચોપરાએ શાહરૂખ અને સલમાન ખાન વચ્ચે ફિલ્મના શ્રેષ્ઠ દ્રશ્યો શૂટ કર્યા છે. અત્યારે દર્શકો ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

10 જાન્યુઆરીએ રિલીઝ થશે ટ્રેલર
તમને જણાવી દઈએ કે ટીઝર રિલીઝ થતાની સાથે જ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. પ્રથમ ગીત બેશરમ રંગે દર્શકોની સામે આવતાની સાથે જ હંગામો મચાવી દીધો હતો. લોકોને દીપિકા પાદુકોણના કેસરી બિકીની પહેરીને બોલ્ડ પોઝ સામે સખત વાંધો છે. તેમનું કહેવું છે કે પહેલા ગીતમાંથી આ સીન હટાવો તો જ તે તેને રિલીઝ થવા દેશે.