અમદાવાદ..
Pathaan Trailer Release: શાહરૂખ ખાન (Shah Rukh Khan) ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. મેકર્સે હવે ફિલ્મ પઠાણનું ધમાકેદાર ટ્રેલર (Pathaan Trailer) રિલીઝ કરી દીધું છે. ફિલ્મ પઠાણ આ વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મના શાનદાર પોસ્ટર અને ગીતો પછી ચાહકોની આતુરતા ફિલ્મથી વધી ગઇ હતી.
રિલીઝ થયું ફિલ્મ પઠાણનું ટ્રેલર
યશ રાજે પઠાણનું ટ્રેલર (Pathaan Trailer) તેમના વિવિધ સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે તે એક નહીં પરંતુ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ થયું છે. હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુના ચાહકો પણ કિંગ ખાનની પઠાણના ટ્રેલરની મજા માણશે.
જુઓ ફિલ્મ પઠાણનું ટ્રેલર
શાહરૂખ ખાન અને જોન વચ્ચે જોવા મળશે જબરદસ્ત ફાઇટ
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પહેલીવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની ફિલ્મમાં દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે. તમને જણાવી દઈએ કે પહેલીવાર જોન અબ્રાહમ, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ત્રિપુટી જોવા મળશે.
બેશરમ રંગ રિલીઝ થતા જ ટ્રોલ થઇ હતી પઠાણ
શાહરૂખ ખાનની ઝીરો અને માય નેમ ઈઝ ખાનની જેમ પઠાણ પણ વિવાદોથી દૂર રહી શકી ન હતી અને આ ફિલ્મનું પહેલું ગીત દર્શકોની સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલી કેસરી રંગની મોનિકિની ચર્ચાનો વિષય બની હતી અને મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર સુધી શાહરૂખ ખાનની ફિલ્મ અને ગીતનો વિરોધ કરવામાં આવ્યો હતો.
SRKનું પુનરાગમન
શાહરૂખ ખાન છેલ્લે અનુષ્કા શર્મા સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. જેનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. લગભગ ચાર વર્ષ પછી કિંગ ખાન કમબેક કરી રહ્યો છે અને તેની પ્રથમ ફિલ્મ પઠાણ હશે.
શાહરૂખ પઠાણને હિટ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. બોડી બનાવવાથી લઈને ફિલ્મના પ્રમોશન સુધી કિંગ ખાન દરેક યુક્તિ અજમાવી રહ્યો છે. પઠાણ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. જેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ વિશ્વભરમાં અનેક સ્થળોએ કરવામાં આવ્યું છે.