KKBKKJ Box Office Collection Day 1: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મની રિલીઝ પહેલા જ ફેન્સ ઘણા એક્સાઈટેડ જોવા મળી રહ્યા હતા. ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન સાઉથ ફિલ્મ 'વીરમ' ની રિમેક છે. હવે લગભગ 150 કરોડના બજેટમાં બનેલી ફિલ્મના પહેલા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે.
શરૂઆતી આંકડા પ્રમાણે, ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'એ પ્રથમ દિવસે કુલ 12 કરોડનું કલેક્શન કર્યું છે. જે તેના બજેટને જોતા ઘણું જ ઓછું છે. જો કે, આશા રાખવામાં આવી રહી છે કે, ફાઈનલ આંકડા આવ્યા પછી ફિલ્મનું કુલ કલેક્શન 15-18 કરોડ થઈ શકે છે. આ રીતે જોઈ શકાય છે કે ફિલ્મે બોક્સ ઓફિસ પર ખરાબ શરૂઆત કરી છે. હવે, મેકર્સને શનિવાર ઈદના અવસરે અને રવિવારે ફિલ્મથી સારા કલેક્શનની આશા છે.
સલમાન ખાનની આ ફિલ્મ દેશભરમાં 4500થી વધુ સ્ક્રીન પર રિલીઝ થઈ છે. પહેલા દિવસે ફિલ્મથી જે પ્રકારની અપેક્ષા રાખવામાં આવી હતી તે પ્રમાણે ઘણી ખરાબ શરુઆત છે. ફેન્સની એક્સાઈટમેન્ટ જાળવી રાખવામાં સલમાન અને ફરહાદ બંને જ ફેલ થયા છે.
સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પૂજા હેગડે, વેંકટેશ દગ્ગુબાતી, પલક તિવારી, શહેનાઝ ગિલ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ અને વિનાલી ભટનાગર પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.