નવી દિલ્હી. Bhediya Box Office collection. વરુણ ધવન અને કૃતિ સેનનની ફિલ્મ ભેડિયાને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે. જેમાં વરુણ ધવન (Varun Dhawan) સાથે ક્રિતી સેનન મુખ્ય રોલમાં છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરીને 7.47 કરોડનું કલેક્શન કર્યું હતું. વિકેન્ડમાં ફિલ્મે સારી કમાણી કરી હતી પરંતુ સોમવારે વર્કિંગ ડેની અસર ફિલ્મની કમાણી પર પડી હતી. ફિલ્મની કમાણીમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો.
સોમવારે 5 કરોડની કમાણી કરી
વિકેન્ડમાં ધૂમ મચાવ્યાં બાદ ફિલ્મે રિલીઝના ચોથા દિવસ એટલે કે સોમવારે 3.85 કરોડનો બિઝનેસ કર્યો હતો અને તેની કુલ કમાણી 33.55 કરોડ થઈ છે. ફિલ્મ 60 કરોડના બજેટમાં બની છે. ફિલ્મને હિટ થવા માટે વિકેન્ડમાં સારી કમાણી કરવી પડશે.
ફિલ્મ ભેડિયાનો બોક્સ ઓફિસ રિપોર્ટ (Bhediya Box Office Report)
પહેલો દિવસ- 7.48 કરોડ
બીજો દિવસ- 9.57 કરોડ
ત્રીજો દિવસ- 11.5 કરોડ
ચોથો દિવસ- 3.85 કરોડ
ટોટલ કલેક્શન- 32.40 કરોડ
વરુણ અને કૃતિનું વર્ક ફ્રન્ટ
વરુણ ધવન આ ફિલ્મ પછી 'બવાલ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે જ્હાનવી કપૂર પણ જોવા મળશે. ક્રિતી સેનન પ્રભાસ સાથે આદિપુરુષમાં જોવા મળશે. આ બંને ફિલ્મો આવતા વર્ષે રિલીઝ થશે.