Vikran Engineering IPO GMP: NTPCના ક્લાયન્ટ વિક્રન એન્જિનિયરિંગનો 772 કરોડનો IPO આજે ખુલ્યો, જાણો લેટેસ્ટ GMP

Vikran Engineering IPO GMP: આ આર્ટિકલમાં જાણો વિક્રન એન્જિનિયરિંગ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 26 Aug 2025 09:50 AM (IST)Updated: Tue 26 Aug 2025 09:50 AM (IST)
vikran-engineering-ipo-check-issue-date-price-lot-size-review-analysis-share-price-allotment-details-591851
HIGHLIGHTS
  • વિક્રન એન્જિનિયરિંગનો ₹772 કરોડનો IPO આજે 26 ઓગસ્ટથી ખુલ્યો
  • સબસ્ક્રિપ્શનની અંતિમ તારીખ 29 ઓગસ્ટ
  • વિક્રન એન્જિનિયરિંગ IPOનું એલોટમેન્ટ 01 સપ્ટેમ્બરના રોજ

Vikran Engineering IPO GMP: પાવર અને વોટર ઈપીસી (EPC) ક્ષેત્રમાં ઝડપથી વિકસતી કંપની વિક્રન એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ભારતીય શેરબજારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપની ₹772 કરોડનો ઇશ્યૂ લાવી રહી છે. આ ઇશ્યૂ આજે 26 ઓગસ્ટ, 2025ના રોજ ખૂલ્યો છે અને 29 ઓગસ્ટ, 2025ના રોજ બંધ થશે.

આ ઇશ્યૂમાં, કંપની ઓફર ફોર સેલ (OFS) દ્વારા ₹51 કરોડ અને નવા ઇશ્યૂ દ્વારા ₹721 કરોડ એકત્ર કરશે. આ ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ કંપની પોતાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. આ આર્ટિકલમાં જાણો વિક્રન એન્જિનિયરિંગ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

Vikran Engineering IPO: પ્રાઇસ બેન્ડ

વિક્રન એન્જિનિયરિંગ IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 92-97 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 148 શેર છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,356 રૂપિયા છે.

Vikran Engineering IPO: લેટેસ્ટ GMP

investorgain.com ના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, વિક્રન એન્જિનિયરિંગનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 92 થી રૂ. 97 સુધીના 21.65%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 118 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.

Vikran Engineering IPO: મહત્વપૂર્ણ તારીખો

વિક્રન એન્જિનિયરિંગ IPO સબ્સ્ક્રિપ્શન માટે આજે 26 ઓગસ્ટથી ખુલ્યો છે. જેને 29 ઓગસ્ટ, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 01 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 03 સપ્ટેમ્બરના રોજ થશે.

Vikran Engineering IPO: વિક્રન એન્જિનિયરિંગનું બિઝનેસ મોડેલ

વિક્રન એન્જિનિયરિંગનું બિઝનેસ મોડેલ એસેટ-લાઇટ EPC પર આધારિત છે, જે પાવર ટ્રાન્સમિશન, પાણી પુરવઠા પ્રણાલી, સ્માર્ટ મીટરિંગ અને રેલવે ઇલેક્ટ્રિફિકેશન જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023-25 દરમિયાન 32% કરતાં વધુના વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે પ્રગતિ દર્શાવી છે. નાણાકીય વર્ષ 2025માં કંપનીની આવક ₹916 કરોડ, EBITDA ₹160 કરોડ અને નફો (PAT) ₹78 કરોડ નોંધાયો હતો.

નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.