Gujarat RTE Admission 2025-26: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ અધિકાર (RTE) યોજના હેઠળ આવક મર્યાદા ₹1.5 લાખથી વધારીને ₹6 લાખ કરી દેવામાં આવી છે. આ સાથે જ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. ત્યારે આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા બાળકનું શાળામાં એડમિશન RTE યોજના હેઠળ કરાવવા માંગો છો તો, તમારે આવકના દાખલાની જરૂર પડશે, જો તમારી પાસે આવકનો દાખલો નથી તો ફટાફટ કઢાવી લો.
જો તમે તમારા બાળકનું RTE હેઠળ પ્રવેશ મેળવવા માંગો છો? તો તમારે આવકના દાખલાની જરૂર પડશે. આ આર્ટિકલમાં જાણો આવકનો દાખલો ઓફલાઈન અને ઓનલાઈન કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ સહિત જરૂરી દસ્તાવેજોની લિસ્ટ.
આ પણ વાંચો
આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
સરનામાનો પુરાવો (કોઈપણ એક ફરજિયાત છે)
- રેશન કાર્ડ
- વીજળી બિલ
- પાણીનું બિલ (ત્રણ મહિના કરતાં જૂનું નહીં)
- ગેસ કનેક્શન
- બેંક પાસબુક
- પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ/પાસબુક
- ડ્રાઇવિંગ લાયસન્સ
- જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ્સ/સર્વિસ ફોટો ઓળખ કાર્ડ
ઓળખ પુરાવો (કોઈપણ વ્યક્તિ ફરજિયાત છે)
- ચૂંટણી કાર્ડ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ
- માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ.
આવકનો પુરાવો (કોઈપણ એક ફરજિયાત છે)
- એમ્પ્લોયર સર્ટિફિકેટ (જો સરકારી, અર્ધ સરકારી અથવા કોઈપણ સરકારી ઉપક્રમમાં નોકરી કરતા હોય)
- જો પગારદાર હોય (ફોર્મ 16-A અને છેલ્લા ત્રણ વર્ષથી ITR)
- જો વ્યવસાયમાં હોય (છેલ્લા 3 વર્ષથી વ્યવસાયની ITR અને વ્યવસાયની બેલેન્સ શીટ)
- તલાટી સમક્ષ ઘોષણા (સેવા સંબંધિત)
ઓફલાઇન અરજી કરવાની પ્રોસેસ
- સૌપ્રથમ તમામ ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરી જાઓ.
- ત્યાંથીથી એક ફોર્મ આપવામાં આવશે, તે ફોર્મ ભરી ડોક્યુમેન્ટ્સ જોડો.
- ત્યાર બાદ કર્મચારી દસ્તાવેજને ચકાસીને તમારો ફોટો પાડશે.
- પછી તેમાં સહી સિક્કા કરીને થોડા જ સમય પછી તમને તમારો આવકનો દાખલો મળી જશે.
ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ
- સૌ પ્રથમ ડિજિટલ ગુજરાતની વેબસાઇટ (https://www.digitalgujarat.gov.in/) પર જાઓ.
- Log In ઓપ્શન (પેજના જમણા ખુણે) પર ક્લિક કરો અને રજિસ્ટ્રેશન કરો.
- રજિસ્ટ્રેશન ફોર્મ ભરીને Save પર ક્લિક કરો.
- OTP દાખલ કરીને 'પુષ્ટિ કરો' પર ક્લિક કરો.
- રજિસ્ટ્રેશન સફળતા પૂર્વક થઈ જાય પછી, Request a New Service પર ક્લિક કરો.
- અહીં 'Income Certificate' ઓપ્શન પસંદ કરીને સૂચનાઓ ધ્યાનથી વાંચો.
- અહીં Continue to Service પર ક્લિક કરીને અરજદારની વિગતો ભરો અને NEXT પર ક્લિક કરો.
- ધંધા અને આવકની વિગતો ભરી NEXT પર ક્લિક કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- સંપૂર્ણ અરજી સબમિટ કરો અને ફોર્મની પ્રિન્ટ કાઢી રાખો.
- પેમેન્ટ માટે બે વિકલ્પ ઉપલબ્ધ હશે: E-Wallet અને Payment Gateway.
- પેમેન્ટ પૂર્ણ થયા બાદ SMS દ્વારા અરજીની સ્થિતિની જાણકારી મળશે.
- અરજદાર, એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને, ડાઉનલોડ કરેલા ડોક્યુમેન્ટ ઓપ્શનથી આવકનો દાખલો મેળવી શકે છે.