RTE Gujarat Admission 2025-26: આવક મર્યાદા વધવા સાથે ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ, અહીં મેળવો જરૂરી ડોક્યૂમેન્ટથી લઈને પ્રોસેસ સુધીની તમામ જાણકારી

આ આર્ટિકલમાં મેળવો RTE પ્રવેશ માટે ફોર્મ ભરવાની છેલ્લી અરજી તારીખ, જરૂરી દસ્તાવેજોની યાદી, ઓનલાઈન પ્રક્રિયા સહિતની તમામ જાણકારી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 16 Mar 2025 09:29 AM (IST)Updated: Sun, 16 Mar 2025 09:29 AM (IST)
rte-gujarat-admission-2025-26-online-application-date-documents-list-process-age-limit

RTE Gujarat Admission 2025-26 Apply Online: ગુજરાતમાં રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અને સાથે જ પ્રવેશ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ લંબાવવામાં આવી છે. વાલીઓને હવે 15 એપ્રિલ 2025 સુધી ફોર્મ ભરવાની તક મળશે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે RTE Gujarat Admission 2025-26 હેઠળ 15/04/2025 રાત્રિ 12:00 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

આ આર્ટિકલમાં મેળવો RTE પ્રવેશ માટે ફોર્મ ભરવાની છેલ્લી અરજી તારીખ, જરૂરી દસ્તાવેજોની યાદી, ઓનલાઈન પ્રક્રિયા સહિતની તમામ જાણકારી.

RTE 2025-26 માટે ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજો:

  • બાળકનું આધાર કાર્ડ
  • વાલીનું આધાર કાર્ડ
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • વાલીની આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • બાળકનો ફોટોગ્રાફ
  • બાળકનું જન્મ પ્રમાણપત્ર
  • વાલીનું જાતિનું પ્રમાણપત્ર
  • બેંકની વિગતો
  • BPL કાર્ડ (લાગુ પડતુ હોય તો)

સ્વ-ઘોષણા (Self-Declaration)

પ્રવેશ પ્રક્રિયા દરમિયાન, વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર-પુરાવા, જેમ કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રિટર્ન (જો ભરેલ હોય), ઈન્કમટેક્ષ રિટર્ન ન ભર્યું હોય તો, આવકવેરાને પાત્ર આવક ન હોવાનો પ્રમાણપત્ર (જ્યાં લાગુ પડતું હોય) વગેરે. આ તમામ અસલ દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવા જરૂરી રહેશે. વાલીઓએ ઓનલાઇન ભરેલા ફોર્મની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. નોંધનીય છે કે, ઓનલાઈન ભરાયેલ ફોર્મ ફિઝિકલ રૂપે ક્યાંય જમા કરાવવાની જરૂર નથી.

જો પાન કાર્ડ ન હોય તો શું કરવું?

જો પાન કાર્ડ ન હોય, અથવા પાન કાર્ડ ધરાવતા હોવા છતાં ઈન્કમટેક્ષ રિટર્ન ભરેલ ન હોય, તો આવકવેરાને પાત્ર આવક ન હોવા અંગેનું નિયત નમૂનાનું સ્વ-ઘોષણા (Self-Declaration) ફરજીયાત રીતે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું રહેશે.

વાલીઓ માટે ફોર્મ ભરવા અંગે ખાસ સૂચના:

આપનું ફોર્મ રદ ન થાય તે માટે, ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલા ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો અને અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચો. માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસતા સાથે અપલોડ કરો.

  • જો ઝાંખા, ઝેરોક્ષ કોપી અથવા વાંચી શકાય નહિ એવા દસ્તાવેજ અપલોડ કરશો, તો ફોર્મ રદ કરવામાં આવશે.
  • રહેઠાણનો પુરાવો બે પેજમાં હોય તો, બંને પેજને PDF સ્વરૂપે અપલોડ કરવું ફરજિયાત છે.
  • ઉદાહરણ તરીકે, મતદાર ઓળખકાર્ડ (Election Card) અથવા આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના પેજ પર હોય, તો આગળ અને પાછળ બંને પેજ સાથે PDF સ્વરૂપે અપલોડ કરો.
  • માત્ર આગળનું પેજ અપલોડ કરશો તો ચકાસણી શક્ય નહીં હોય, અને આવા સંજોગોમાં ફોર્મ રદ કરવામાં આવશે.
  • આ સૂચનાઓનું પાલન કરવાની ખાસ નોંધ લો.

RTE પ્રવેશ પ્રક્રિયા

  • સૌપ્રથમ RTEની ઓફિશિયલ વેબસાઇટ https://rte.orpgujarat.com પર જાઓ.
  • જરૂરી તમામ દસ્તાવેજો સ્પષ્ટ રીતે સ્કેન કરીને અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે, શાળાની પસંદગી કરો.
  • નોંધનીય છે કે, એકવાર શાળાની પસંદગી થયા બાદ તે બદલવી શક્ય રહેશે નહીં.
  • જિલ્લા સ્તરે એપ્લિકેશન ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
  • મેરીટના આધારે શાળાની ફાળવણી કરવામાં આવ્યા બાદ, પહેલો રાઉન્ડ જાહેર કરવામાં આવશે.