Gem Aromatics Limited IPO, Date, Price, GMP, Review, Latest News: જેમ એરોમેટિક્સ લિમિટેડે તેની પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2/-ની પ્રતિ ઇક્વિટી શૅરની મૂળ કિંમત ધરાવનારની શૅર દીઠ રૂ. 309/-થી રૂ. 325/-ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર ("IPO" અથવા "ઓફર") મંગળવાર, 19 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને ગુરુવાર, 21 ઓગસ્ટ, 2025 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 46 ઇક્વિટી શૅર માટે અને ત્યારબાદ 46 ઇક્વિટી શૅરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. આ IPO રૂ. 1,750.00 મિલિયન સુધીના નવા શૅરનો ઇશ્યૂ અને પ્રમોટર્સ અને રોકાણકાર વેચાણ શેરધારકો દ્વારા 8,500,000 ઇક્વિટી શૅર સુધીની ઓફર ફોર સેલનું મિશ્રણ છે.
જેમ એરોમેટિક્સ લિમિટેડ ભારતમાં બે દાયકાથી વધુનો ટ્રેક રેકોર્ડ ધરાવતી આવશ્યક તેલ, સુગંધ રસાયણો અને વેલ્યુ એડેડ ડેરિવેટિવ્ઝ સહિત વિશેષ ઘટકોની ઉત્પાદક છે. તે મૂળ સામગ્રીથી લઈને તેના વિવિધ વેલ્યુ એડેડ ડેરિવેટિવ્ઝ સુધીના ઉત્પાદનોનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો પ્રદાન કરે છે. તેના ઉત્પાદનો ઓરલ કેર, સૌંદર્ય પ્રસાધનો, ન્યુટ્રાસ્યુટિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, સુખાકારી અને પેઈન મેનેજમેન્ટ અને વ્યક્તિગત સંભાળ જેવા ઉદ્યોગોના વ્યાપક સ્પેક્ટ્રમમાં ઉપયોગમાં લેવાય છે.
તેનો ટ્રેક રેકોર્ડ, વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો અને બ્રાન્ડ રિકોલ, જેના કારણે કંપનીએ તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અનેક નેતૃત્વ સ્થાનો સ્થાપિત કર્યા છે, ઉદાહરણ તરીકે, ભારતમાં, તે આવશ્યક તેલ આધારિત ઉત્પાદનો અને ડેરિવેટિવ્ઝમાં પ્રબળ હાજરી ધરાવે છે જે ફુદીના, લવિંગ, નીલગિરી તેલ અને અન્ય આવશ્યક તેલમાંથી બને છે.
ભારતમાં નાણાકીય વર્ષ 2025 દરમિયાન, તે પાઇપેરિટા તેલના સૌથી મોટા ઉત્પાદકો પૈકી એક છે, અને ઉત્પાદિત જથ્થાની દ્રષ્ટિએ DMO, લવિંગ તેલ, યુજેનોલ અને નીલગિરી તેલના સૌથી મોટા પ્રોસેસર્સમાંનું એક છે. (સ્ત્રોત: F&S રિપોર્ટ) નાણાકીય વર્ષ 2025 સુધીમાં, ઉત્પાદિત જથ્થાની દ્રષ્ટિએ ભારતમાં DMO અને યુજેનોલનો તેનો હિસ્સો અનુક્રમે 12% અને 65% હતો. (સ્ત્રોત: F&S રિપોર્ટ) ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજ્ય વિભાગના ફોરેન ટ્રેડ ડિરેક્ટોરેટ જનરલ દ્વારા તેને "થ્રી સ્ટાર એક્સપોર્ટ હાઉસ" નો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.
કંપનીએ કોલગેટ-પામોલિવ (ઇન્ડિયા) લિમિટેડ, ડાબર ઇન્ડિયા લિમિટેડ, પતંજલિ આયુર્વેદ લિમિટેડ, SH કેળકર એન્ડ કંપની લિમિટેડ, રોસારી બાયોટેક લિમિટેડ, સિમરાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, ડોટેરા, વેન્ટોસ સો બ્રાઝિલ એઇરેલી અને અનહુઇ હૌટિયન સ્પાઇસિસ કંપની લિમિટેડ જેવા અનેક સ્થાનિક અને વૈશ્વિક કોર્પોરેટ ગ્રાહકો સાથે લાંબા સમયથી સંબંધો સ્થાપિત કર્યા છે.
નાણાકીય વર્ષ 2025 માં, કંપનીએ તેના ઉત્પાદનો સ્થાનિક સ્તરે 225 ગ્રાહકોને અને વૈશ્વિક સ્તરે 18 વિદેશી દેશોમાં કુલ 44 ગ્રાહકોને પૂરા પાડ્યા હતા, જેમાં અમેરિકા, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સહિત ભૌગોલિક વિસ્તારોનો સમાવેશ થતો હતો.
જેમ એરોમેટિક્સ લિમિટેડ ઉત્તર પ્રદેશના બુદૌન ("બુદૌન સુવિધા"), સિલવાસા, દાદરા અને નગર હવેલી અનેદમણ અને દીવ ("સિલવાસા સુવિધા") અને દહેજ, ગુજરાત (દહેજ સુવિધા") માં સ્થિત ત્રણ ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે, અને બુદૌન સુવિધા અને સિલવાસા સુવિધા સાથે મળીને, "મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ" ધરાવે છે.
જેમ એરોમેટિક્સ લિમિટેડની કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2025 માં 11.38% વધીને રૂ. 503.95 કરોડ થઈ છે જે નાણાકીય વર્ષ 2024 માં રૂ. 452.45 કરોડ હતી, જે મુખ્યત્વે ઉત્પાદનોના વેચાણ અને અન્ય કાર્યકારી આવકમાં વધારાને કારણે છે. વર્ષ માટેનો નફો નાણાકીય વર્ષ 2025 માટે 6.55% વધીને રૂ. 53.38 કરોડ થયો છે જે નાણાકીય વર્ષ 2024 માટે રૂ. 50.10 કરોડ હતો.
મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે, અને KFin ટેક્નોલોજીસ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.
આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઑફરનો 50%, બિન-સંસ્થાકીય રોકાણકારોને માટે નેટ ઑફરના 15% અને નેટ ઓફરના 35% છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ છે.