Laxmi India Finance IPO: લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સનો આઈપીઓ ખુલ્યો, જાણો રોકાણ, શેર પ્રાઈઝ સહિત લેટેસ્ટ જીએમપી

લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સનો આઈપીઓમાં 29 જુલાઈથી 31 જુલાઈ સુધી રોકાણ કરી શકશે. જાણો કેટલું રોકાણ કરવું, શેરની પ્રાઈઝ અને લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 29 Jul 2025 11:18 AM (IST)Updated: Tue 29 Jul 2025 11:18 AM (IST)
laxmi-india-finance-ipo-date-price-gmp-review-details-575202

Laxmi India Finance IPO Details: લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સનો આઈપીઓ રોકાણ માટે ખુલી ગયો છે. રોકાણકારો આજથી એટલે કે 29 જુલાઈથી 31 જુલાઈ સુધી આઈપીઓમાં રોકાણ કરી શકશે. લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સના આઈપીઓની સાઈઝ 254.26 કરોડ છે. જાણો કેટલું રોકાણ કરવું, શેરની પ્રાઈઝ શું છે અને હાલ કેટલું જીએમપી ચાલી રહ્યું છે.

Laxmi India Finance IPO Share Details

લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સના આઈપીઓમાં રોકાણ કરવા માટે તમારે એક લોટ માટે 14,100 રુપિયાનું રોકાણ કરવું પડશે. જેમાં તમે 94 શેર માટે બોલી લગાવી શકશો. વધુમાં વધુ 1316 શેર એટલે કે 14 લોટ માટે રોકાણ કરી શકાય છે. જે માટે કુલ 2,07,928 ચુકવવા પડશે. એક શેર દીઠ પ્રાઈઝ બેન્ડ 150 થી 158 નક્કી કરવામાં આવી છે.

Laxmi India Finance IPO Allotment

લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સનો આઈપીઓનું 1 ઓગસ્ટના રોજ એલોટમેન્ટ જાહેર થઈ જશે. 4 ઓગસ્ટના રોજ શેર તમારા ડિમેટ ખાતામાં જોવા મળશે અને આ જ દિવસે આઈપીઓ નહિ લાગે તો રુપિયા તમારા ખાતામાં રિફંડ આવી જશે. આઈપીઓ BSE અને NSE પર 5 ઓગસ્ટના રોજ લિસ્ટ થશે.

Laxmi India Finance IPO GMP

ipowatch અનુસાર લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ 0 રુપિયા બતાવી રહ્યું છે. એટલે કે રોકાણકારોને કોઈ રિટર્ન મળવાની સંભાવના નથી. રોકાણકારોને પ્રતિ શેર કોઈ ફાયદો થવાની સંભાવના નથી તેના પ્રાઈઝ બેન્ડ 158 પર જ સ્થિર છે. એટલે કે શેર 158 રુપિયા પર જ લિસ્ટ થવાની સંભાવના છે. તે જોતા આ આઈપીઓને રોકાણકારોનો સારો રિસ્પોન્સ મળવાની સંભાવના ઓછી છે.