EPFO New Update: EPFO તરફથી કયા ખાતાધારકોના પરિવારોને મળશે રૂપિયા 15 લાખ

આ દરમિયાન સૌથી મહત્વની માહિતી એ આવી રહી છે કે જેમાં EPFO દ્વારા ચોક્કસ સંજોગોમાં કર્મચારીઓના પરિવારજનોને રૂપિયા 15 લાખ EPFO આપવામાં આવી રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 25 Aug 2025 04:33 PM (IST)Updated: Mon 25 Aug 2025 04:33 PM (IST)
epfo-increases-death-relief-fund-families-to-get-rs-15-lakh-ex-gratia-check-eligibility-details-591569

EPFO Death Relief Fund: જો તમે નોકરીયાત છે તો સ્પષ્ટ છે કે નિયમો અંતર્ગત તમારે PF કપાતો હશે, હકીકતમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા નોકરીયાત વર્ગ માટે PF ખાતું ખોલવામાં આવે છે.

આ દરમિયાન સૌથી મહત્વની માહિતી એ આવી રહી છે કે જેમાં EPFO દ્વારા ચોક્કસ સંજોગોમાં કર્મચારીઓના પરિવારજનોને રૂપિયા 15 લાખ EPFO આપવામાં આવી રહ્યા છે.

તમને રૂપિયા 15 લાખ રૂપિયા શેના માટે મળશે?

ખરેખર, જો તમે પણ નોકરી કરો છો અને તમારી પાસે પીએફ ખાતું છે તો EPFO ​​એ એક મોટું પગલું ભર્યું છે અને તમારા માટે એક મોટી જાહેરાત કરી છે. તેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ​​દ્વારા 'ડેથ રિલીફ ફંડ' હેઠળ આપવામાં આવતી એક્સ-ગ્રેશિયા રકમ વધારીને હવે 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. પહેલા આ એક્સ-ગ્રેશિયા રકમ રૂપિયા 8.8 લાખ હતી.

તમને રૂપિયા 15 લાખ શેના માટે મળશે?

ખરેખર, જો તમે પણ નોકરી કરો છો અને PF ખાતું ધરાવો છો, તો EPFO ​​એ એક મોટું પગલું ભર્યું છે અને તમારા માટે એક મોટી જાહેરાત કરી છે. તેમા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ​​દ્વારા 'ડેથ રિલીફ ફંડ' હેઠળ આપવામાં આવતી એક્સ-ગ્રેશિયા રકમ વધારીને હવે રપિયા 15 લાખ કરવામાં આવી છે. પહેલા આ એક્સ-ગ્રેશિયા રકમ રૂપિયા 8.8 લાખ રૂપિયા હતી.

આ એક્સ-ગ્રેશિયા રકમ શું છે અને તેનો અમલ ક્યારે થશે?

EPFO એ એક્સ-ગ્રેશિયા રકમ રૂપિયા 8.8 લાખથી વધારીને હવે રૂપિયા 15 લાખ રૂપિયા કરી દીધી છે. આ નવી રકમ 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે. આ રકમ એવા કર્મચારીઓના નોમિનીને આપવામાં આવે છે જે સેવા દરમિયાન મૃત્યુ પામે છે.

આ રૂપિયા 15 લાખ કોને મળશે?

આ રકમ સેન્ટ્રલ બોર્ડના કર્મચારીઓ અને સેવા દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવાર, કાનૂની વારસદાર અથવા નોમિનીને આપવામાં આવશે.