Career Tips: બોલિવૂડમાં હેર સ્ટાઈલિસ્ટ છે જોરદાર ડિમાન્ડ, કમાઈ શકો છો લાખો રૂપિયા

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Fri 23 Jun 2023 07:00 AM (IST)Updated: Fri 23 Jun 2023 07:00 AM (IST)
career-tips-useful-tips-to-become-a-successful-hair-stylist-151265

કેટલાક લોકોને તૈયાર થવાનો શોખ હોય છે તો કેટલાક લોકોને બીજાને સુંદર બનાવવામાં ખૂબ જ રસ હોય છે. સુંદરતામાં વાળનું વિશેષ મહત્વ હોય છે અને જો તમે પણ લોકોના વાળને અલગ-અલગ લુક આપવાનું પસંદ કરો છો, તો તમે હેરસ્ટાઈલિસ્ટના કરિયરને પસંદ કરી શકો છો. હેરસ્ટાઈલિસ્ટનું કામ ખૂબ જ ગ્લેમર અને હાઈ પે સ્કેલવાળું હોય છે અને આ જ કારણ છે કે મોટાભાગનો યુવા વર્ગ આ ફિલ્ડમાં જોડાવા માંગે છે. જો તમે પણ હેરસ્ટાઈલિસ્ટ બનવા માંગો છો, તો અમારો આ આર્ટિકલ ફક્ત તમારા માટે જ છે. આમાં અમે તમને હેરસ્ટાઈલિસ્ટ કોર્સ અને તેમાં કરિયરની સંભાવનાઓ વિશે સંપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

ક્યા કોર્સ કરી શકો છો?
હેરસ્ટાઈલિસ્ટ બનવા માટે તમારે સૌથી પહેલા કોર્સને સિલેક્ટ કરવો પડશે. જેના માટે તમે નીચે મુજબના કોર્સને પસંદ કરી શકો છો.

  • ડિપ્લોમા ઇન હેર ઇન્ટેન્સિવ
  • ડિપ્લોમા ઇન હેર ડિઝાઇનિંગ
  • પીજી ડિપ્લોમા ઇન બ્યુટી હેર એન્ડ મેકઅપ
  • સર્ટિફિકેટ કોર્સ ઇન હેર ટ્રીટમેન્ટ
  • સાયન્ટિફિક એપ્રોચ ટુ હેર ડિઝાઇનિંગ
  • એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ ઇન હેર ડિઝાઇનિંગ
  • સર્ટિફિકેટ કોર્સ ઇન હેર ડિઝાઇનિંગ
  • સર્ટિફિકેટ કોર્સ ઇન હેર ટ્રીટમેન્ટ
  • હેર ક્રેશ કોર્સ
  • હેર પાર્ટ ટાઈમ કોર્સ

આ કોલેજોમાં લઈ શકો છો એડમિશન
ભારતમાં એવી ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓ છે જ્યાં તમે હેરસ્ટાઈલિસ્ટ સાથે જોડાયેલા કોર્સ કરી શકો છો. વુમન પોલિટેકનિક દિલ્હી, સ્પ્રેટ એકેડમી ઓફ હેર ડિઝાઇન બેંગ્લોર, ભારતી તનેજા આલ્પ્સ બ્યુટી એકેડમી દિલ્હી, વીએલસીસી દિલ્હી, જ્યુસ હેર એકેડમી મુંબઈ, નલિની એન્ડ યાસ્મીન સલોન પ્રાઈવેટ લિમિટેડ મુંબઈ વગેરેમાં તમે એડમિશન લઈ શકો છો.

કરી શકો છો ટ્રેનિંગ કોર્સ
જો તમે કોલેજમાંથી કોર્સ નથી કરવા માંગતા તો તમે ટ્રેનિંગ કોર્સ પણ કરી શકો છો જે 3થી 6 મહિના સુધીનો હોય છે. માત્ર આટલું જ નહીં ઘણી કોલેજોમાં કોસ્મેટોલોજી અને બાર્બરિંગ પ્રોગ્રામના પછી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

આ રીતે બનાવી શકો છો કરિયર
અભ્યાસ પૂર્ણ કર્યા પછી તમે કોઈ સલૂનમાં પ્રેક્ટિસ કરી શકો છો. જો તમારી લખવાની સ્કિલ સારી છે તો તમે કોઈપણ બ્યૂટી/સ્ટાઈલ મેગેઝિન માટે લખી પણ શકો છો. આ સિવાય તમે તમારું પોતાનું સલૂન પણ ખોલી શકો છો અને સારા પૈસા કમાઈ શકો છો. જો તમારી પાસે ઈન્વેસ્ટમેન્ટ વધારે નથી, તો તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કે ટીવી શોમાં પણ હેર સ્ટાઈલિશ બની શકો છો.