Yash Soni (યશ સોની)

Created By: Sanket Parekh
અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલ યશ સોની ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ કલાકાર પૈકી એક છે. જેની મોટાભાગની ફિલ્મો હીટ નીવડી છે. યશ સોનીએ ડેબ્યૂ ફિલ્મ 'છેલ્લો દિવસ'માં 'નિખિલ' નામના યુવકની ભૂમિકા ભજવી હતી, જેમાં તેનો અભિનય ખૂબ જ વખણાયો હતો. 2016માં 'છેલ્લો દિવસ'ની હિન્દી રિમેક 'ડેઝ ઑફ ટફરી'માં પણ યશ સોનીએ કામ કર્યું હતુ. આ સિવાય યશે 'શું થયું?', 'ચાલ જીવી લઈયે', 'નાડી દોષ', 'રાડો' અને 'ફક્ત મહિલાઓ માટે' જેવી હિટ ફિલ્મો આપી છે.

















