Chaniya Toli Collection: યશ સોનીની ફિલ્મ 'ચણિયા ટોળી' બોક્સ ઓફિસ છવાઈ, કમાણીમાં 'વશ લેવલ 2'ને પાછળ છોડવાની નજીક

સેકનિલ્કના અહેવાલો અનુસાર 'ચણિયા ટોળી' ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી લીધી છે, જ્યારે વર્લ્ડ વાઈલ્ડ ફિલ્મનું કલેક્શન 15.72 ની આસપાસ છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 03 Nov 2025 12:39 PM (IST)Updated: Mon, 03 Nov 2025 12:39 PM (IST)
chaniya-toli-box-office-collection-day-12-gujarati-comedy-film-starring-heena-varde-yash-soni

Chaniya Toli Box Office Collection: યશ સોનીની ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી બોક્સ ઓફિસ શાનદાર કલેક્શન કરી રહી છે. દિવાળી પર રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહી છે અને રિલીઝના બાર દિવસ બાદ પણ સારી એવી કમાણી કરી રહી છે.

ચણિયા ટોળી બોક્સ ઓફિસ કલેક્શન

સેકનિલ્કના અહેવાલો અનુસાર 'ચણિયા ટોળી' ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી લીધી છે, જ્યારે વર્લ્ડ વાઈલ્ડ ફિલ્મનું કલેક્શન 15.72 ની આસપાસ છે. ઉલ્લેખનીય છે કે bollymoviereviewz અનુસાર ચણિયા ટોળીનું બજેટ લગભગ 8 કરોડ રુપિયા હતું. તે જોતા ફિલ્મે તેના બજેટ કરતાં ડબલ પૈસા કમાઈ રહી છે.

naidunia_image

મહત્વની વાત એ છે કે આ પહેલા ગુજરાતી ફિલ્મ વશ લેવલ 2 કે જે હિન્દીમાં પણ રિલીઝ થઈ હતી. તેણે બંને ભાષામાં થઈને પણ માત્ર 16.1 કરોડની કમાણી કરી હતી. જ્યારે ચણિયા ટોળી માત્ર ગુજરાતી ભાષામાં રિલીઝ થઈ હતી અને 12 દિવસમાં જ તે વશ લેવલ 2ના કલેક્શનની નજીક પહોંચી ગઈ છે.

Chaniya Toli Trailer