Jagat Movie Trailer: ગુજરાતી ફિલ્મ 'જગત'નું જ્યારથી ટીઝર રિલીઝ થયું છે ત્યારે ફેન્સ તેની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આજે ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આજે આ ફિલ્મનું શાનદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
અભિનેતા યશ સોનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. ફિલ્મના ટ્રેલર પરથી જાણી શકાય છે કે, આ ફિલ્મની કહાની નાના બાળકોના ગુમ થવા સાથે જોડાયેલ છે. ફિલ્મના ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે, એક નાનો બાળક ગુમ થઈ ગયો છે. જેને શોધવા માટે પોલીસ અધિકારી જગત પંડ્યા (યશ સોની) અને અન્ય એક પોલીસ અધિકારી (ચેતન દૈયા) તે બાળકને શોધવા માટે તપાસ શરૂ કરે છે.
ફિલ્મ 'જગત'ના ટ્રેલરમાં યશ સોની અને ચેતન દૈયા ખૂબ જ પાવરફુલ રોલમાં જોવા મળી રહ્યા છે. હર્ષિલ ભટ્ટ નિર્દેશિત ફિલ્મ 'જગત'માં યશ સોની અને ચેતન દૈયાની સાથે રિદ્ધિ યાદવ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાની છે. આ ફિલ્મ 3 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.