એન્ટરટેઇનમેન્ટ ડેસ્કઃ થોડાક દિવસ પહેલાં મુંબઈમાં દાદા સાહેબની ફેમિલી ફેડરેશન એપ્રૂવ્ડ દાદા સાહેબ ફાલકે ફાઉન્ડેશન એવોર્ડ 2023 યોજાયો હતો. જેમાં પહેલીવાર રિજનલ સિનેમામાં ગુજરાતીની કેટેગરી સામેલ કરાઈ હતી. આ કેટેગરીમાં ફક્ત મહિલાઓ માટે (બેસ્ટ ફિલ્મ), જય બોડસ (બેસ્ટ ડિરેક્ટર, ફક્ત મહિલાઓ માટે)ને એવોર્ડ મળ્યો છે. તો યશ સોની, રોનક કામદાર અને હિતુ કનોડિયાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત જાનકી બોડીવાલા અને દીક્ષા જોષીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. ત્યારે આ સ્ટાર્સ સાથે ગુજરાતી જાગરણે ખાસ વાતચીત કરી હતી. જેના શબ્દશઃ અહીં અમે રજૂ કરી રહ્યા છીએ.
નોંધનીય છે કે, આ દાદા સાહેબ નેશનલ એવોર્ડ નથી. મહારાષ્ટ્રના સ્ટેટ એવોર્ડ હોય છે. જેમાંથી દાદા સાહેબની ફેમિલીના ફેડરેશન એપ્રૂવ્ડ આ એવોર્ડ છે. આ સિવાય 15 દાદા સાહેબ નામના એવોર્ડ્સ છે જે ફેક હોય છે. જોકે, આ એક જ એવોર્ડ છે જે ફેડરેશન અપ્રૂવ્ડ છે. જેમાં પહેલાં હિન્દી સિનેમાના એક્ટરને મળતા હતા. આ પછી ઓટીટી એડ કર્યું હતું અને રિજનલમાં ખાલી મરાઠી ફિલ્મે મળતા હતાં. જે બાદ પહેલીવાર ગુજરાતી ફિલ્મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આખી ટીમ અને ક્રૂનો સહકાર હતો એટલે જ આ પોસિબલ થયુંઃ જય બોડસ (ફિલ્મ ડિરેક્ટર)
જય બોડસે કહ્યું કે, ''એવોર્ડ રિસીવ કરીને ખૂબ જ ખુશ છું અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આખી ટીમ અને આખી ક્રૂનો સાથ સહકાર હતો એટલે જ આ પોસિબલ થઈ શક્યું. પોતાના માટે નહીં પણ આખી ક્રૂ માટે ખૂબ જ ખુશ છું. હું અને દીક્ષા મુંબઈ આ ઇવેન્ટમાં ગયા હતાં. અત્યારે રિવોર્ડ માટે નહીં પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધે તે માટે કામ કરી રહ્યી છીએ. વશનું હિન્દીમાં રિમેક બને છે. તો ગુજરાતી ફિલ્મો પર હવે એવું ફોકસ આવે છે જેના પરથી હિન્દી ફિલ્મ બની રહી છે. તો એવો પ્રયત્ન છે કે, વધારે મેકર્સ આવે સ્ટોરી આવે અને આ ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જઈ શકીએ.
મારી ફિલ્મો લોકોને ગમે અને એટલો જ પ્રતિસાદ મળેઃ જાનકી બોડીવાલા
જાનકી બોડીવાલાએ કહ્યું કે, ''મને આવા એવોર્ડથી સન્માનિત કરી તેથી મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. મને એ જ ઇચ્છા છે કે, મારી આવનારી ફિલ્મોમાં એવો પ્રયત્ન કરું કે, લોકોને ગમે અને એટલો જ પ્રતિસાદ મળે જેટલો આ પહેલાની ફિલ્મોમાંથી મળ્યો. મારા ફેમિલીમાં મમ્મી-પપ્પા ખૂબ જ ખુશ થયા છે અને આશીર્વાદ આપ્યા કે તું આવું કામ કરતી રહે અને તારા જીવનમાં આગળ વધતી રહે. જ્યાંથી મને સારું કામ મળશે તે કામ કરવાની ઇચ્છા છે. નવા નવા રોલ પ્લે કરવાની ઇચ્છા છે. આ એવોર્ડ મળ્યો એના 15-20 દિવસ પહેલાં જ ત્યાની જ્યૂરી દ્વારા જાણ કરવામાં આવી હતી. હું તે વખતે આઉટ ઓફ ટાઉન હતી એટલે હું ત્યાં એવોર્ડ ફંક્શનમાં જઈ શકી નહોતી.''
આ એપ્રીસીએશન ગમ્યું છેઃ યશ સોની
યશ સોનીએ કહ્યું કે, ''આ એપ્રીસીએશન ગમ્યું છે. જોકે, હું ત્યાં એવોર્ડ ફંક્શનમાં હાજર રહી શક્યો નહોતો. મારા હેક્ટિક શેડ્યૂલને લીધે ફેમિલીને હજુ આ અંગે કહ્યું નથી અને ફ્રેન્ડ્સ સાથે પણ કોઈ વાત થઈ નથી. જેવો ફ્રી થઈશ એવું તેમને પહેલાં કહીશ. અત્યાર ગુજરાતી ફિલ્મોમાં ફ્રેશ કન્ટેન્ટ આવી રહ્યું છે. વશની આવડી મોટી રિમેકમાં અજય દેવગન અને આર માધવન કામ કરી રહ્યા છે તે આપણા માટે પણ ખૂબ જ મોટી વાત છે. હું અત્યારે તો ગુજરાતીમાં જ પ્રાધાન્ય આપી રહ્યું છું અને પ્રોજેક્ટ પણ એ રીતે જ લાઇનઅપ છે કે, એમાં જ પૂરેપુરું કામ કરી રહ્યો છું અને મારા માટે હંમેશા કેરેક્ટરનું ઇમ્પોર્ટન્ટ રહ્યું છે નહીં કે, કોઈ ભાષા. એટલે જો કેરેક્ટર રસપ્રદ હોય તો પ્લે કરવામાં ચોક્કસ મજા આવે.''
મારી ફિલ્મ ચબૂતરો માટે એવોર્ડ મળ્યો તેથી અઢળક ખુશી છેઃ રોનક કામદાર
રોનક કામદારે કહ્યું કે, ''મુંબઈમાં આ એવોર્ડ સેરેમની યોજાઈ હતી. જોકે, હું મારા હેક્ટિક શેડ્યુલને લીધે એવોર્ડ લેવા જઈ શક્યો નહોતો. આ એવોર્ડ મળવાથી ઘણી ખુશી છે. મને મારી ફિલ્મોમાંથી ખૂબ જ ગમતી ફિલ્મ ચબૂતરો માટે આ એવોર્ડ મળ્યો છે તેનાથી અઢળક ખુશી છે.ચબૂતરો ફિલ્મની વાત કરું તો તેની સ્ટોરી મારી પર્સનલ લાઇફને ટચ કરતી હતી. ફિલ્મ ઓફર થઈ ત્યારે મને પણ આશ્ચર્ય થયો હતો કે આટલું સિમિરલ છે. જેને લીધે આ ફિલ્મ મારા હૃદયની નજીક છે.''
ગુજરાતી સિનેમા માટે આ ખૂબ જ ગર્વની વાત છેઃ વૈશલ શાહ (પ્રોડ્યુસર)
વૈશલ શાહે જણાવ્યું કે, ''જબરદસ્ત લાગી રહ્યું છે કે, દાદા સાહેબ રિજનલમાં ગુજરાતી ફિલ્મની કેટેગરી એડ કરી અને આ એવોર્ડ મળ્યા એ ખરેખર ગર્વની વાત છે. જેમાં ફક્ત મહિલાઓ માટેને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
