Jagat Teaser: આજે ગુજરાતી ફિલ્મ 'જગત'નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અભિનેતા યશ સોનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર શેર કરતા રિલીઝ ડેટ વિશે પણ જાણકારી આપી છે.
ફિલ્મ 'જગત'ના ટીઝરમાં યશ સોની અને ચેતન દૈયા જોવા મળી રહ્યા છે. બંને અભિનેતા પોલીસ અધિકારીના રોલમાં જોવા મળી રહ્યા છે. બંને એક મહિલા સાથે પૂછપરછ કરી રહ્યા છે. જો કે, ટીઝરમાં યશ સોનીનો એકપણ ડાયલોગ નથી. જો કે, તેના પોતાના ઈન્ટેન્સ લુકથી દર્શકો પર પોતાના પાત્રની છાપ છોડી છે.
હર્ષિલ ભટ્ટ નિર્દેશિત ફિલ્મ 'જગત'માં યશ સોની, ચેતન દૈયાની સાથે રિદ્ધિ યાદવ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાની છે. આ ફિલ્મને નિલય ચોટાઈ, દિપેન પટેલ અને કૃષ્ણદેવ યાજ્ઞિક પ્રોડ્યૂસ કરી રહ્યા છે. જ્યારે મીત ચોટાઈ અને પૂર્વિન પટેલ કો-પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ 3 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.