Rinku Singh

Created By: Dharmendra Thakur
રિંકુ સિંહ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને લેફ્ટ-હેન્ડ મીડિલ ઓર્ડર બેટ્સમેન છે. તેણે ઓગસ્ટ 2023માં આયર્લેન્ડ સામે ધ વિલેજ ખાતે ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. જૂન 2025માં, તેને ઇન્ટરનેશનલ મેડલ વિજેતા ડાયરેક્ટ રિક્રૂટમેન્ટ રૂલ્સ 2022 હેઠળ સ્પોર્ટ્સ ક્વોટા મારફતે ઉત્તર પ્રદેશમાં બેઝિક એજ્યુકેશન ઓફિસર (BSA) તરીકે નિયુક્તિ મળી હતી. 8 જૂન 2025ના રોજ લખનૌમાં આયોજિત સમારંભમાં તેણે સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી.

















