Video: ‘મને પછીથી ખ્યાલ આવ્યો…’: છેલ્લી ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકારી KKRને જીતાડનાર રિંકુ સિંહે કર્યો મોટો ખુલાસો!

KKR માટે આ મેચ જીતવી અનિવાર્ય હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે ટીમની વિકેટો ઝડપથી પડી રહી હતી, ત્યારે રિંકુ સિંહે ક્રીઝ સંભાળી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 27 Apr 2026 10:10 AM (IST)Updated: Mon, 27 Apr 2026 10:10 AM (IST)
kkr-vs-lsg-ipl-2026-rinku-singh-makes-a-major-revelation-regarding-hitting-4-consecutive-sixes-in-the-final-over

KKR vs LSG, IPL 2026: આઈપીએલ 2026 ની 38મી મેચ ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચની પરાકાષ્ઠા સમાન રહી. રવિવારે રાત્રે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સુપર ઓવરમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને હાર આપી છે. આ જીતનો ખરો હીરો ફરી એકવાર રિંકુ સિંહ સાબિત થયો છે, જેણે પોતાની વિસ્ફોટક બેટિંગ અને શાનદાર ફિલ્ડિંગથી મેચનું પાસું પલટી નાખ્યું હતું.

રિંકુ સિંહ ટીમ માટે બન્યો સંકટમોચન

KKR માટે આ મેચ જીતવી અનિવાર્ય હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે ટીમની વિકેટો ઝડપથી પડી રહી હતી, ત્યારે રિંકુ સિંહે ક્રીઝ સંભાળી હતી. તેણે માત્ર 51 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. રિંકુએ ખાસ કરીને અંતિમ ઓવરમાં સ્પિનર દિગ્વિજય રાઠીના બોલ પર સતત ચાર છગ્ગા ફટકારીને સ્કોરબોર્ડને મજબૂત બનાવ્યું હતું. બેટિંગ ઉપરાંત મેદાનમાં પણ રિંકુ છવાયેલો રહ્યો હતો અને તેણે 4 મહત્વના કેચ ઝડપ્યા હતા. આ સર્વગ્રાહી પ્રદર્શન માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

મેચ બાદ જ્યારે રિંકુને પૂછવામાં આવ્યું કે શું તેનું નામ બદલીને 'રિંકુ સંકટમોચન' કરી દેવું જોઈએ? ત્યારે તેણે વિનમ્રતાથી હસતા જવાબ આપ્યો કે, "ના, 'રિંકુ' જ બરાબર છે." પોતાની માનસિકતા વિશે વાત કરતા તેણે ઉમેર્યું કે, "જ્યારે ટીમ 3-4 વિકેટ ગુમાવી ચૂકી હોય ત્યારે મારું ધ્યાન માત્ર રમતને નિયંત્રિત કરવા પર હોય છે. હું સિંગલ-ડબલ લઈને સ્ટ્રાઈક રોટેટ કરવા અને છેલ્લે સુધી ટકી રહેવા પર ભાર મૂકું છું."

સુપર ઓવરાં રોમાંચ જોવા મળ્યો

સુપર ઓવરમાં રિંકુએ પકડેલા કેચ વિશે તેણે કબૂલાત કરી કે, "સાચું કહું તો હું તે કેચ માટે તૈયાર નહોતો. મને લાગ્યું કે બોલ બીજી દિશામાં જશે, પણ અચાનક તે મારી તરફ આવ્યો અને મેં તેને પકડી લીધો." રિંકુએ પોતાની ફિટનેસ અને બાળપણથી રહેલા ફિલ્ડિંગના શોખને પોતાની સફળતાનું શ્રેય આપ્યું હતું. આ જીત સાથે KKR પોઈન્ટ ટેબલમાં બે સ્થાન ઉપર ચઢીને હવે 8મા ક્રમે પહોંચી ગયું છે.