નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન, ખેલ જગતમાં પણ આઘાત: શિખર ધવન અને અજિંક્ય રહાણેએ અર્પી શ્રદ્ધાંજલિ

અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન થયું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 08 Oct 2026 09:53 AM (IST)Updated: Thu, 08 Oct 2026 09:53 AM (IST)
nana-patekar-passed-away-shikhar-dhawan-and-ajinkya-rahane-tribute-post-cricket-world-mourns

Nana Patekar Passed Away: ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં નિધન થયું છે. ANI રિપોર્ટ મુજબ, તેઓ પોતાના ઘરમાં બેભાન મળી આવ્યા હતા, કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું અવસાન થયું હતું. તેમના નિધન પર શિખર ધવન અને અજિંક્ય રહાણે સહિત ખેલ જગતના દિગ્ગજોએ પણ ગહન શોક વ્યક્ત કર્યો છે.

નિવાસસ્થાને બેભાન અવસ્થામાં મળ્યા નાના પાટેકર

ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ ગોવા સ્થિત પોતાના નિવાસસ્થાને બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા.

 

સમાચાર એજન્સી ANI અહેવાલ મુજબ, ગોવાની મણિપાલ હોસ્પિટલના વડા ડૉ. શેખર સાલકરે જણાવ્યું હતું કે મેડિકલ ટીમે સતત 45 મિનિટ સુધી CPR આપીને તેમને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. પ્રાથમિક તપાસમાં તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગનો હુમલો) હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને ખેલજગત સુધી શોકનું વાતાવરણ

આ દુઃખદ સમાચાર સામે આવતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને રમતજગત સુધી શોકનો માહોલ છવાઈ ગયો છે. ક્રિકેટર શિખર ધવને પણ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર શિખર ધવને X પર ભાવના શેર કરતા લખ્યું, "આજે ભારતીય સિનેમાએ એક અમૂલ્ય કલાકાર ગુમાવ્યો છે. નાના પાટેકર સાહેબનું કામ અને તેમનો અભિનય આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતો રહેશે. ઓમ શાંતિ."

બીજી તરફ, અજિંક્ય રહાણેએ લખ્યું, "નાના પાટેકર જી ખરેખર એક શ્રેષ્ઠ અભિનેતા હતા, જેમનાકામે ઘણી પેઢીઓને પ્રેરિત કરી છે અને તેમનું મનોરંજન કર્યું છે. તેમના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે."