Geeta Rabari (ગીતા રબારી)

Created By: Sanket Parekh
'કચ્છી કોયલ' તરીકે લોકપ્રિય લોકગાયિકા ગીતા રબારીનો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો છે. ગીતા રબારી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં ગરબા અને ડાયરાના શૉ કરે છે. તેમણે પૃથ્વી રબારી સાથે લગ્ન કર્યાં છે અને અવારનવાર તેઓ પોતાના પતિ સાથેની ટ્રીપના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતાં રહે છે. ગીતા રબારીના 'રોણા શેરમા' અને 'એકલો રબારી' ગીતો ખૂબ જ ફેમસ છે.

















