Premanand Ji Maharaj: ગુજરાતની જાણીતી લોકગાયિકા અને ભજનિક ગીતા રબારી (Geeta Rabari) તાજેતરમાં વૃંદાવનના લોકપ્રિય સંત પ્રેમાનંદજી મહારાજ (Premanand Ji Maharaj) ના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મહારાજજીના આશ્રમ ખાતે ગીતા રબારીએ તેમના સમક્ષ ભાવભેર ભજનો રજૂ કર્યા હતા.
પ્રેમાનંદ મહારાજ સમક્ષ ગાયિકાએ વ્યક્ત કરી પોતાની શ્રદ્ધા
પ્રેમાનંદજી મહારાજ સાથેની મુલાકાત દરમિયાન ગીતા રબારીએ પોતાનો પરિચય આપતા જણાવ્યું હતું કે, 'મહારાજજી, હું ગુજરાતની ભજન ગાયિકા છું. હું તમને ખૂબ સાંભળું છું.'
આ દરમિયાન ગીતા રબારીએ પોતાની આધ્યાત્મિક શ્રદ્ધા વિશે પણ વાત કરી હતી. તેણીએ પ્રેમાનંદજી મહારાજને જણાવ્યું કે, જ્યારે પણ તેમને કોઈ સમસ્યા આવે છે, ત્યારે તે રાધાજીનું નામ લે છે અને એવું અનુભવે છે કે જાણે બધું થઈ ગયું છે. આ સાથે તેણીએ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે રાધાજીના નામમાં રહેલી શક્તિ પર પોતાનો અટલ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જે બાદ ગીતા રબારીએ પ્રેમાનંદજી મહારાજ સમક્ષ ભજન ગાયું હતું.
