Rajal Barot Wedding Ceremony: સિંગર રાજલ બારોટના લગ્નની સેરેમની શરૂ, કંકોત્રી લેખન અને પીઠીની વિધિમાં ઉમટ્યા મહેમાન અને કલાકારો

આવતીકાલે તારીખ 4 ફેબ્રુઆરી રાજલ બારોટ અલ્પેશ બાંભણિયા સાથે લગ્નના બંધનમાં બંધાશે અને પ્રભૂતામાં પગલાં માંડશે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 03 Feb 2025 11:19 AM (IST)Updated: Mon, 03 Feb 2025 11:20 AM (IST)
singer-rajal-barots-wedding-ceremony-begins-with-kankotri-writing-pithi-rituals-attended-by-guests-and-artists

Rajal Barot Wedding Ceremony: ગુજરાતના જાણિતા સિંગર સ્વ. મણિરાજ બારોટના દીકરી રાજલ બારોટના લગ્નની સેરેમની શરૂ થઈ ગઈ છે. જેના ફોટો વીડિયો ખુદ રાજલ બારોટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યા છે. આવતીકાલે તારીખ 4 ફેબ્રુઆરી રાજલ બારોટ અલ્પેશ બાંભણિયા સાથે લગ્નના બંધનમાં બંધાશે અને પ્રભૂતામાં પગલાં માંડશે. મહત્ત્વનું છે કે, ગત મે મહિનામાં રાજલ બારોટની સગાઈ અલ્પેશ બાંભણિયા સાથે થઈ હતી.

રાજલ બારોટે તેના સોશિયલ મીડિયામાં કંકોત્રી લેખન, ગ્રહશાંતિ અને પીઠીની વિધિનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેમના પરિજનો અને સિંગર ગીતાબેન રબારી, કિંજલ દવે સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં.

naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image